Early Ageing Prevention Tips:વધતી ઉંમરની અસર શરીરના બીજા અવયવોની જેમ સ્કિન પર પણ થાય છે. સ્કિનમાં કોલેજનની માત્રા ઘટતાં ઢીલી થવા લાગે છે. જો કે કેટલાક એન્ટી એજિંગ ફૂડના સેવનથી વધતી ઉંમરની શરીર અસરને ઓછી કરી શકાય છે.
બદામ ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી જ બદામના તેલને ત્વચા માટે ઉત્તમ ફેસ સીરમ માનવામાં આવે છે, પરંતુ બદામ ખાવાથી ત્વચા પર શું અસર થાય છે તે વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છે. આજે આપણે અહીં જાણીશું કે કેવી રીતે દરરોજ યોગ્ય માત્રામાં બદામનું સેવન કરવાથી ત્વચાને કરચલીઓ અને ડાર્ક સર્કલથી બચાવી શકાય છે.
ફેટી અને અનસેચૂરેડેટ ફેટ
બદામમાં પ્રોટીન અને ફાઈબર ઉપરાંત ફેટી એસિડ અને અસંતૃપ્ત ચરબી સારી માત્રામાં જોવા મળે છે. આ કારણોસર, તેઓ ત્વચાના કોષોના સમારકામની ગતિને વેગ આપવા માટે ખૂબ મદદરૂપ છે. શરીરની અંદર દરરોજ થતી રાસાયણિક ક્રિયાઓ થાય છે. તેમાંથી ફ્રી રેડિકલનું નિર્માણ થાય છે. આ મુક્ત રેડિકલ શરીરના કોષો સાથે બોન્ડ બનાવવાની કોશિશ કરે છે. જેત્વચાના ઘણા કોષોને નુકસાન પહોંચાડે છે, જેને રિપેર જરૂર હોય છે. બદામમાં જોવા મળતા પોષક તત્વો આ કોષોને જરૂરી પોષણ આપીને રિપેરિંગ સ્પીડમાં વધારો કરે છે.
વિટામિન –E અને પ્રોટીન
ત્વચાને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન-ઈની જરૂર પડે છે અને આ ગ્લો જાળવી રાખવા માટે ત્વચાને નવા કોષોની જરૂર પડે છે, જેના ઉત્પાદન માટે પ્રોટીનની જરૂર પડે છે અને બદામમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન જોવા મળે છે. તેથી, બદામનું નિયમિત સેવન તમારી ત્વચાને યંગ બનાવે છે.
કેવી રીતે કરશો બદામનું સેવન
શું આપ જાણો છો કે, બદામને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ. તેથી રાત્રે 20 થી 25 બદામને પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે આ બદામનું એક ગ્લાસ દૂધ સાથે સેવન કરો અથવા બદામનું દૂધ બનાવીને પી લો. આ રીતે બદામનું સેવન એ મહિલાના ચહેરા પરથી વૃદ્ધત્વની રેખા ઓછી કરી દે છે. જેને મેનોપોઝ શરૂ થઇ ગયો છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ સંશોધનમાં તે સાબિત થયું છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.