Hair Care Tips: બોલિવૂડ એક્ટ્રેસના લોન્ગ અને બ્યુટીફુલ હેર જોઈને ઘણીવાર તેમની બ્યુટીનું રાજ જાણવાનું મન થાય છે. જ્હાન્વી કપૂરના લાંબા અને બ્યુટીફુલ હેરનું રહસ્ય શું છે જાણીએ..


જ્હાન્વી કપૂર  એક્ટિંગથી તો તેમના ફેન્સને પ્રભાવિત કરે જ છે.  માત્ર એક્ટિંગ જ નહીં, તેનો લુક્સ પણ દિવસેને દિવસે વધુ કિલર બની રહ્યો છે. એક્ટ્રેસની ફિટનેસ અને કર્વી ફિગર આકર્ષક હોવાની સાથે તેના ઘાટા લાંબા હેર પણ આકર્ષણમાં વધારો કરે છે. જો તમે જ્હાન્વી કપૂરના ફેન છો તો તમે વિચારતા જ હશો કે જ્હાન્વી કપૂરના આ સુંદર વાળનું રહસ્ય શું છે. હવે જ્હાનવી કપૂરે પોતે એક વીડિયો શેર કરીને ફેન્સ સાથે તેનું રહસ્ય શેર કર્યું છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ જ્હાન્વી કપૂરની સુંદરતાનું રહસ્ય તમારા જ ઘરમાં છુપાયેલું છે.


 હેર માસ્ક કેવી રીતે બનાવવો?


જ્હાન્વી કપૂર જેવા વાળ માટે તમારે દહીં, મધ, નારિયેળનું દૂધ, ઈંડું, ઓલિવ ઓઈલ અથવા નારિયેળનું તેલનું હેરમાસ્ક યુઝ કરી શકો છો. આપને  ફક્ત આ વસ્તુઓને મિક્સ કરવાની છે. હવે જાણી લો કે હેર માસ્ક માટે તમને કઈ વસ્તુઓની જરૂર છે. એક બાઉલમાં એક ચમચી દહીં લો. દહીંમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો. તેમાં 2 ચમચી નારિયેળનું દૂધ મિક્સ કરો. ઇંડા તોડીને મિક્સ કરો. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. એક સ્મૂધ સોલ્યુશન બને ત્યાં સુધી તેને હલાવો.


 માસ્ક કેવી રીતે લગાવવું તે જાણો


આ માસ્કને સીધા વાળ પર લગાવવાની ભૂલ ન કરો. સૌ પ્રથમ તમારા વાળને તેલથી સારી રીતે ચંપી કરો. ચમ્પી માટે નારિયેળ  અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. જ્યારે વાળ સારી રીતે મોઇશ્ચરાઇઝ્ડ થઇ જાય ત્યારે આ માસ્ક લગાવો. માસ્ક પહેલા વાળના મૂળમાં મસાજ કરો, પછી તેનાથી આખા વાળને ઢાંકી દો. આ માસ્કને ઓછામાં ઓછા વીસથી ત્રીસ મિનિટ સુધી રાખો. આ પછી વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો. ધ્યાનમાં રાખો કે માસ્કનો થોડો ભાગ પણ વાળમાં ન રહેવો જોઇએ


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.