Omicron variant:  ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં કોરોના વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓએ તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદીમાં મૂક્યો છે. દક્ષિણ આફ્રિકા, ઇટલી, યૂકે, ફ્રાંસ સહિત અન્ય દેશોમાં હાલત દિન પ્રતિદિન બગડી રહ્યાં છે. ભારતમાં કોરોના નવા  વેરિયન્ટનો આંકડો 600ની નજીક પહોંચ્યો છે.


શું કહે છે નિષ્ણાત


બ્રાઉન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં શોધકર્તા અને વરિષ્ઠ ચિકિત્સક ડોક્ટર આશિષ ઝાએ કહ્યું કે, દુનિયાભરમાં ઓમિક્રોનનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે.  આસ્થિતિમાં સાવધાની રાખવી જરૂરી છે. જે લોકોનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવે તેને તરત હોમ ક્વોરોન્ટાઇન થઇ જવું જોઇએ. સમય પર જો  સાવધાની ન  જળવાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેવું પડશે.


બંને ડોઝ લઇ લીધેલા ઓમિક્રોન સંક્રમિતોની મોત


રિપોર્ટસ મુજબ ઓમિક્રોનના હળવા લક્ષણો છે અને તે મોતનું કારણ નથી બનતુ. જો કે આ બધા જ તારણો વચ્ચે દુનિયામાં એવા દેશો છે જ્યાં ઓમિક્રન સંક્રમિતના મોત થઇ રહયાં છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં એક-એક દર્દીના મોતની પુષ્ટી થઇ છે. જો કે એવું કહેવામાં આવ્યું છે કે, જે લોકના મૃત્યુ થયા તે પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પીડિત હતા. બંને ડોઝ લીધેલા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થઇ રહ્યાં છે


બાળકોમાં સંક્રમણ વધ્યું


અમેરિકામાં બાળકોમાં પણ ઓમિક્રોનના કેસ વધતા ન્યોયોર્ક સ્વાસ્થ્ય અધિકારીએ ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે શુક્વારે એક નિવેદનમાં જણાવ્યું કે, 18 વર્ષથી નાની ઉંમરના સંક્રમિતોના કેસમાં ચાર ગણો વધારો થયો છે. કારણ કે બાળકો હજું વેક્સિનેટ ન થયા હોવાથી ચિંતાજનક બાબત છે.


બૂસ્ટર થઇ શકે છે પ્રભાવી


ઓમિક્રોન વેરિયન્ટના જોખમ અને તેના બચાવના ઉપાય પર વાત કરતા અધ્યયનકર્તાએ જણાવ્યું કે, બૂસ્ટર ડોઝ આપીને સંક્રમણના જોખમને ઘટાડી શકાય છે. બૂસ્ટર ડોઝ શરીરની રોગપ્રતિકારર શક્તિને મજબૂત કરવામાં કારગર સાબિત થઇ રહી છે. આ સ્થિતિમાં દુનિયાના બઘા જ દેશોએ બૂસ્ટર ડોઝ પર ધ્યાન કેન્દ્રિય કરવાની જરૂર છે.