Hair straightening kidney damage: વાળને મુલાયમ અને ચમકદાર રાખવાનું કોને ન ગમે? આજકાલ લોકો ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ અપનાવી રહ્યા છે. બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં નવી હેર ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. પરંપરાગત રીતે સ્ટ્રેટનિંગમાં ફોર્મેલિન (બ્રાઝિલિયન બ્લોઆઉટ)નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સ્વાસ્થ્ય માટે જોખમકારક માનવામાં આવતું હતું. તેના કારણે ગ્લાયકોલિક એસિડ જેવા વિકલ્પો સામે આવ્યા. સલૂન હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટમાં ઘણી વખત રેશમી સીધા વાળ મેળવવા માટે કેરાટિનનો ઉપયોગ કરવામાં આવે છે.
હેર સ્ટ્રેટનિંગ કેમિકલ (ગ્લાયકોલિક એસિડ)
જોકે, એવા પુરાવા વધી રહ્યા છે કે આવા પ્રોડક્ટ્સ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. ઇઝરાયેલના તાજેતરના અહેવાલે આ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આ હેર સ્ટ્રેટનિંગ કેમિકલ (ગ્લાયકોલિક એસિડ)ની કિડની પર કેટલી ગંભીર અસર થઈ શકે છે. 2019 અને 2022 વચ્ચે 14 કેન્દ્રોમાંથી એક્યુટ કિડની ઇન્જરીના 26 કેસ (બે કેસમાં વારંવાર થતા) નોંધાયા હતા.
બધા અસરગ્રસ્ત વ્યક્તિઓ 20ના દાયકાની મહિલાઓ હતી, અને કિડનીની બીમારી એટલી ગંભીર હતી કે ત્રણ દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડી હતી. વધુમાં, ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન (NEJM)માં પ્રકાશિત એક અભ્યાસે સૂચવ્યું કે ગ્લાયોક્સીલિક એસિડયુક્ત કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ ઉત્પાદનો કિડનીમાં ઓક્ઝાલેટ ક્રિસ્ટલના નિર્માણને કારણે એક્યુટ કિડની ઇન્જરી (AKI)ના જોખમને વધારે છે.
હેર સ્ટ્રેટનિંગથી કિડનીને કેવી રીતે નુકસાન થાય છે?
હેર સ્ટ્રેટનિંગથી કિડનીને કેવી રીતે નુકસાન થાય છે? ઇન્ડિયા ટીવીમાં છપાયેલા અહેવાલ અનુસાર જ્યારે અમે ફોર્ટિસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજી ડૉ. વૈભવ કેસકર અને એસ એલ રહેજા હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. અભિષેક શિરકંડે સાથે વાત કરી. ગ્લાયોક્સીલિક એસિડ એપિડર્મિસમાંથી પસાર થાય છે અને લોહીમાં વ્યવસ્થિત રીતે શોષાય છે, જ્યાં તે ઝડપથી ગ્લાયોક્સીલેટમાં રૂપાંતરિત થાય છે. ગ્લાયોક્સીલેટ અંતે ઓક્ઝાલેટને મેટાબોલાઈઝ કરે છે, જે કિડની માટે ઝેરી છે. વાળને સીધા કરવા માટે ગ્લાયોક્સીલિક એસિડનો ઉપયોગ કરવાથી કિડનીના પેશીઓમાં કેલ્શિયમ ઓક્ઝાલેટ જમા થાય છે અને કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
જ્યારે સ્થિતિ ગંભીર થાય છે, ત્યારે ડાયાલિસિસની જરૂર પડી શકે છે. ઘણી વખત, ઈજાને કારણે કિડનીનું કામ કાયમ માટે બંધ થઈ શકે છે. સારવાર પછી સ્થાનિક બળતરા/ખંજવાળ અથવા અલ્સર એ પ્રારંભિક સંકેત હોઈ શકે છે, જેને અવગણવું ન જોઈએ. સમયસર શોધ અને સમયસર સારવાર જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ
ફોનની જેમ માનવ શરીરમાં પણ હોય છે 'ફ્લાઇટ મોડ', આવી થઈ જાય છે હાલત