Milk Biscuit Syndrome: જો આપનું  બાળક પણ દૂધ અને  બિસ્કિટ જ  વધુ ખાતું હોય તો સાવધાન થઈ જાવ, તેને મિલ્ક બિસ્કિટ સિન્ડ્રોમ હોઈ શકે છે.


બાળકોના સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે.પરંતુ ઘણા એવા બાળકો છે જેઓ દૂધ પીવામાં ખચકાટ અનુભવે છે.આવા સંજોગોમાં માતા-પિતા બાળકોના મનપસંદ બિસ્કિટ,કુકીઝ અને બીજા અનેક પ્રકારના બિસ્કિટની લાલચ આપે છે.બાળકોને આ મિશ્રણ સ્વાદિષ્ટ લાગે છે. જે રીતે બાળકો તેને પોતાની આદત બનાવે છે. ત્યારે બાળકો માંગ પ્રમાણે દૂધના બિસ્કિટ ખાય છે.તેના કારણે બાળકોમાં મિલ્ક બિસ્કિટ સિન્ડ્રોમ જોવા મળે છે અને માતા-પિતાને તેની ખબર પણ હોતી નથી.મિલ્ક બિસ્કિટ સિન્ડ્રોમનના લક્ષણો અને ઉપાય જાણીએ


મિલ્ક બિસ્કીટ સિન્ડ્રોમ શું છે?


સામાન્ય રીતે, આ સિન્ડ્રોમ ડેરી ઉત્પાદનોને કારણે થાય છે જેમાં પ્રિઝર્વેટિવ્સ અને ખાંડની વધુ માત્રા હોય છે, જ્યારે બિસ્કિટમાં  ખાંડ, લોટ, અનહેલ્ધી ફેટ  હોય છે. આવી સ્થિતિમાં, બાળકોને પુખ્ત વયના લોકોની જેમ હાર્ટબર્ન તો  નથી થતું પરંતુ , છાતીમાં કફ, ઉધરસ અથવા ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. આ બધું દૂધ બિસ્કિટ સિન્ડ્રોમને કારણે થાય છે.


મિલ્ક બિસ્કિટ સિન્ડ્રોમના લક્ષણો



  • રાત્રે દૂધ અને બિસ્કિટ ખાવાનો આગ્રહ

  • જમ્યા પછી પણ દૂધ અને બિસ્કિટ ખાવાની જિદ્દ

  • બિસ્કિટ વગર દૂધનું સેવન ન કરવું

  • ખોરાકને બદલે માત્ર દૂધ અને બિસ્કિટ માંગવા

  • દિવસમાં બેથી વધુ વખત  દૂધ- બિસ્કિટ ખાવા


મિલ્ક બિસ્કિટ સિન્ડ્રોમને કારણે થતી સમસ્યાઓ



  • દાંતનો સડો

  • કબજિયાતની સમસ્યા

  • સ્થૂળતા

  • અકાળ ડાયાબિટીસ

  • નબળી ઇમ્યુનિટી


ઉપાય


જો તમને પણ તમારા બાળકોમાં આવા કોઈ લક્ષણો દેખાય તો તેમને ડૉક્ટરની  ચોક્કસ મદદ લો.  તેની સારવાર ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયેટિશિયનની મદદથી કરી શકાય છે. તમે બાળકને ડૉક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટ પાસે લઈ જાઓ. તે ડાયેટ પ્લાન આપશે. તે મુજબ બાળકને આહાર આપો,.  થોડા દિવસો સુધી બાળકોને દૂધ આપવાનું બંધ કરો અને બીજા હેલ્થી ફૂડ આપો.આ રીતે ધીરે ધીરે તેમની બિસ્કિટ અને દૂધ ખાવની આદત છૂટી જશે અને તે અન્ય હેલ્ધી ફૂડ પણ ખાવા પ્રેરાશે.