Covid 19 Active Case : કૉવિડ-19 ફરી એકવાર ટેન્શન વધારી રહ્યો છે, કોરોના રિટર્ન્સ થાય તેવા પુરેપુરા સંકેતો મળી રહ્યાં છે. 2020-21 સુધી તબાહી મચાવનારા કોરોનાની ચર્ચા ફરીવાર એન્ટ્રી આપી શકે છે. હકીકતમાં, તેના કેસ (કૉવિડ-19) અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી વિશ્વના ઘણા ભાગોમાં દેખાવા લાગ્યા છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) નો અંદાજ છે કે યુએસએના 25 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે હાલમાં અમેરિકન હૉસ્પિટલોમાં 4,000 થી વધુ કૉવિડ-સંક્રમિત દર્દીઓ દાખલ છે, જ્યારે દક્ષિણ કોરિયામાં પણ ઘણા કેસ છે. WHO રિપોર્ટ દર્શાવે છે કે 24 જૂનથી 21 જુલાઈ સુધી 85 દેશોમાં દર અઠવાડિયે SARS-CoV-2ના સરેરાશ 17,358 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
ભારતમાં કોરોનાના કેટલા કેસ હજુ છે એક્ટિવ
WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં જૂનથી જુલાઈ 2024 સુધીમાં કૉવિડના 908 સક્રિય કેસ જોવા મળ્યા છે. આમાં બે લોકોના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં પરિસ્થિતિ અન્ય દેશોની જેમ ગંભીર નથી, પરંતુ કૉવિડ-19થી બચવા માટે સતર્ક રહેવું પડશે. વાયરસ ફરી એક વખત ઉથલો મારી રહ્યો છે અને તેના કારણે મૃત્યુ પણ વધી રહ્યા છે, તેથી સ્થિતિ ચિંતાજનક પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી છે કે વિશ્વમાં આ વાયરસના કારણે લગભગ 26% મૃત્યુ થયા છે અને 11% કોરોના કેસ વધ્યા છે.
શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલય
આ વખતે કોરોનાનું કેપી વેરિઅન્ટ જે ઓમિક્રૉન સાથે સંબંધિત છે, ચિંતા વધારી રહ્યું છે. જાન્યુઆરીમાં વિશ્વમાં પ્રથમ વખત ઓમિક્રૉનની ઓળખ કરવામાં આવી હતી. ભારતમાં, KP.2 સૌપ્રથમ ડિસેમ્બર 2023 માં ઓડિશામાં મળી આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કૉવિડ ડેશબોર્ડ દર્શાવે છે કે દેશના ઘણા રાજ્યોમાં 279 સક્રિય કેસ નોંધાયા છે. આસામ, નવી દિલ્હી, ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
આ વખતે કોરોનાથી બચવાના ઉપાયો
ભલે કોરોના ફરી એકવાર સક્રિય થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં સ્થિતિ સામાન્ય છે. જુલાઈમાં સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સંસદમાં કહ્યું હતું કે દેશમાં અત્યારે કોરોનાથી ડરવાની જરૂર નથી. હૉસ્પિટલમાં કૉવિડના કેસોમાં કોઈ વધારો થયો નથી. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર આના પર નજર રાખી રહી છે. વસ્તીના હિસાબે દેશમાં રસી ઉપલબ્ધ છે જે તેનાથી બચવામાં મદદ કરશે.
કૉવિડ-19 સંક્રમણથી બચવા માટે શું કરવું -
1. હાથને સંપૂર્ણપણે સાફ રાખો.
2. ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરો.
3. સામાજિક અંતર જાળવો.
4. ખાંસી અને છીંકને ઢાંકી દો.
5. ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા તંદુરસ્ત અને પૌષ્ટિક ખોરાક લો.
6. તણાવ ઘટાડવા માટે પૂરતી ઊંઘ લો અને યોગ અને ધ્યાન કરો.
7. જો કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો
કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી