Fiber Rich Foods:શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્રને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારું પેટ સરળતાથી સાફ થાય છે, તો તેનો અર્થ એ છે કે પાચન સારું છે.


પાચનક્રિયા ખરાબ થવાને કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારા આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે, જે તમારી પાચનક્રિયાને ઠીક કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ, પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કયા ખોરાકને આહારમાં સામેલ કરવા જોઈએ.


ઓટ્સ


ઓટ્સમાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે મળને નરમ કરવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. દ્રાવ્ય ફાઇબર પ્રીબાયોટિક તરીકે કામ કરે છે, જે આંતરડાના સ્વાસ્થ્યને  બૂસ્ટ કરે  છે.


મસુરની દાળ


દાળમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને તંતુઓ જોવા મળે છે. જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. જેમને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે મસૂર ખૂબ જ ફાયદાકારક છે.


ચિયા સીડસ


ચિયાના બીજમાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે. તેમાં હાજર દ્રાવ્ય ફાયબર આંતરડાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે તમે ચિયાના બીજનું સેવન કરી શકો છો.


બ્રોકોલી


બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેમાં હાજર અદ્રાવ્ય ફાઇબર કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં હાજર સલ્ફોરાફેન આંતરડાના સોજાને પણ ઘટાડે છે.


એપ્પલ


સફરજન દ્રાવ્ય ફાઇબરથી ભરપૂર હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે. તેમાં હાજર પેક્ટીન એક પ્રકારનું દ્રાવ્ય ફાઇબર છે, જે મળને નરમ બનાવે છે અને કબજિયાતમાં રાહત આપે છે.


શક્કરિયા


શક્કરિયા ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં હાજર અદ્રાવ્ય ફાઇબર આંતરડાની ગતિને સુધારવામાં મદદ કરે છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.