Health News: ઉધરસની સમસ્યાં આદુ, ગોળ,  સૂંઢ સાથે મિક્સ કરીને ખાવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ, આદુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ જોવા મળે છે. તેથી શિયાળામાં આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ.


દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી વસ્તુઓ પર ફરી એકવાર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો કે, ઇમ્યુનિટી બૂસ્ટરના નામ પર બજારમાં ઘણી વસ્તુઓ વેચાઈ રહી છે. પરંતુ તમારે તે વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને ખરા અર્થમાં વધારી શકે છે, જે ચેપ લાગવાનું જોખમ પણ ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે આપને  જણાવીશું કે, આપના રસોડામાં હાજર એવી કઈ વસ્તુઓ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ.


 તજ


 તજમાં ઔષધીય ગુણથી ભરપૂર છે.  ઘણીવાર લોકો તેનો ઉપયોગ ખોરાકમાં, ચામાં કે મીઠાઈમાં મિક્સ કરીને કરે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. બીજી તરફ, જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તે કોરોના જેવા ચેપી રોગોથી બચવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.


આમળા (ગૂસબેરી)


 -આમળામાં વિટામિન સી હોય છે. વિટામિન સી ઉપરાંત તેમાં ટ્રેટીનોઈન પણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તો  કોઈપણ કારણોસર શરીરમાં રહેલા હાનિકારક ઝેર સામે લડવામાં મદદ કરે છે. આ માટે તમે દરરોજ 3 આમળાનું સેવન કરવું જોઇએ.


હળદર


 હળદરને એન્ટિબાયોટિક તરીકે જોવામાં આવે છે. જો તમે દરરોજ તેનો ઉપયોગ કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે પણ તમને આવા ખતરનાક રોગોથી પણ બચાવે છે. જેના વિશે તમે કલ્પના પણ ન કરી શકો. બીજી તરફ, હળદર આપણા શરીરને ચેપી રોગોથી બચવાની શક્તિ આપે છે.


આદુ


ઉધરસની સ્થિતિમાં આદુ અથવા સૂંઠનું સેવન હિતકારી છે.  બીજી તરફ, આદુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ જોવા મળે છે. તેથી શિયાળામાં આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ.આદુ કે સૂંઠવાળું દૂધ ઉધરસ કફથી મુકિત અપાવવામાં કારગર છે.