Tulsi Health Benefits:ભારતમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને આ જ કારણ છે કે આ છોડ તમને મોટાભાગના ઘરોમાં જોવા મળશે. તુલસીના છોડને સુખ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તેના પૌરાણિક મહત્વ ઉપરાંત, તુલસી એક અકસીર  દવા પણ છે. તેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર તરીકે થાય છે. શરદી-ખાંસીથી લઈને અનેક મોટી અને ખતરનાક બીમારીઓ માટે તુલસી એક અસરકારક દવા સાબિત થાય છે.


તુલસીનું એક પાન તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીના છોડનો દરેક ભાગ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તો ચાલો જાણીએ કે ખાંસી અને શરદી સિવાય તમે કઇ બીમારીમાં તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો.


તુલસીનો લાભ



  • તુલસીના પાન સાથે 4 શેકેલી લવિંગ ચાવવાથી  ઉધરસ મટે છે.

  • શ્વસન સંબંધી રોગમાં જો તમે તુલસીના પાનને કાળા મીઠાની સાથે મોઢામાં રાખો તો તેનાથી તમને આરામ મળે છે.

  • ઓછામાં ઓછા 10 થી 12 તુલસીના પાનની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ પણ મટે છે.

  • જો તમે તુલસીના પાનને આગ પર શેકીને તેને મીઠું નાખીને ખાઓ તો તેનાથી ગળું પણ મટે છે.

  • મોટાભાગની મહિલાઓ પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તુલસી માસિક

  • ચક્રની અનિયમિતતાને દૂર કરવામાં મદદ કરે છે.

  • આ સિવાય ઘણા સંશોધનોમાં તુલસીના બીજને કેન્સરની સારવારમાં મદદરૂપ માનવામાં આવ્યા છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.

  • શું તમે જાણો છો કે તુલસીના પાનને ફટકડીમાં ભેળવીને લગાવવાથી ઘા પણ ઝડપથી રૂઝાય છે. કારણ કે તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે, જે ઘાને પાકવા દેતા નથી.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.