Fast Weight Loss: જો આપને  ઝડપથી વજન ઓછું કરવું હોય તો તેના માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. તેના બદલે, તમે તંદુરસ્ત આહાર સાથે પણ ઝડપથી વેઇટ લોસ કરી શકો  છો.


વજન વધવાની સમસ્યા હંમેશા એવા લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે જેઓ ફિટ રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે લોકો સૌથી પહેલા તેમના આહારમાં ઘટાડો કરે છે. કારણ કે તેઓ માને છે કે ઓછું ખાવાથી વ્યક્તિ ઝડપથી પાતળી થઈ શકે છે. આ એક હદ સુધી સાચું છે. પરંતુ જે લોકો ઓછું ખાઇને વેઇટ લોસ કરે છે તે બીજી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.  


હવે પાતળા કે ફીટ હોવાનો અર્થ એ નથી કે કમજોર થવું. વીક રહેવું કોઈને પણ ગમતું નથી કે તેના શરીરમાં એટલી નબળાઈ આવે કે તે પોતાનું રોજિંદા કામ પણ પૂરું ન કરી શકે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવાની યોજનામાં તે સ્માર્ટ યુક્તિઓ શામેલ કરવાની જરૂર છે, જેનાથી વજન ઓછું થઈ શકે અને શરીર પર નબળાઈ પણ હાવી ન થાય. આવી જ કેટલીક સ્માર્ટ રીતો છે, જેના વિશે  જાણીએ.


આ બિલકુલ ન કરો


પાતળા અથવા ફિટ હોવાનો અર્થ એ નથી કે તમે તમારી ભૂખને સહન કરો, દબાવો અથવા અવગણો. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે, તમે જે પણ ખાઓ તે ફાઈબરયુક્ત હોવું જોઈએ અને તે તેલ મુક્ત, ચરબી રહિત હોવું જોઈએ.


આ કામ કરવું પડશે


ફિટ રહેવા અને વજન ઘટાડવાની સૌથી અસરકારક રીત કસરત છે. મારા પર વિશ્વાસ કરો, ફિટનેસની દ્રષ્ટિએ કસરતનો કોઈ વિકલ્પ નથી. કારણ કે કસરત તમારા શરીરમાં જમા વધારાની ચરબી તો દૂર કરે છે પણ નબળાઈ આવવા દેતી નથી. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કસરતની સાથે યોગ્ય અને પોષણયુક્ત આહાર લો.


6થી7 કલાકની ઊંઘ જરૂરી


જો ઉંઘ પૂરી ન થાય તો શરીર બ્લોટ થવા લાગે છે અને તમને લાગે છે કે તમારા શરીરમાં ચરબી વધી રહી છે. ફૂલેલું શરીર તમને ખૂબ જ અસ્વસ્થ બનાવે છે, જે રોજિંદા નિયમિત કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ મુશ્કેલ બનાવે છે. આ સમસ્યાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે સારી ઊંઘ લેવી.


સારી ઊંઘ માટે, સૂવાનો સમય અને જાગવાની નિયમિતતા જરૂરી છે. કારણ કે આમ કરવાથી તમારી શરીરની જૈવિક ક્લોક સેટ થાય છે, જે પાચન અને ઊંઘ બંનેની ગુણવત્તામાં સુધારો કરે છે.એ પણ ધ્યાનમાં રાખો કે સારી ઊંઘનો અર્થ માત્ર ઊંઘના કલાકો પૂરા કરવાનો નથી, પરંતુ ઊંઘની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે. તેથી, જો સૂતી વખતે મન આખો સમય સક્રિય રહે છે, સપનાઓ ખૂબ આવે છે, ઊંઘ વારંવાર તૂટી જાય છે, તો તમારા ડૉક્ટર પાસે તેની સારવાર કરાવો. જેની  સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.


પાર્ટી કરવાનું છોડશો નહીં


ફિટ હોવાનો અને આહારનું પાલન કરવાનો અર્થ એ નથી કે તમે પાર્ટીઓમાં જવાનું બંધ કરો, મિત્રો સાથે મોજમસ્તીમાં ન જાવ અથવા સામાજિક પ્રસંગોમાં હાજરી ન આપો. તમે આ બધું કરી શકો છો, બસ માત્ર ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરો. જે  જે ચરબી રહિત, ઓછી કેલરી અને આરોગ્યપ્રદ હોય. આ માટેના ફૂડ વિશેની જાણકારી મેળો. જે આપને આહારશૈલી સુધારવા માટે  જીવનભર ઉપયોગી થશે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.