Right Time to eat Fruits: દરેક વ્યક્તિ જાણે છે કે ,ફળોનું સેવન આપણા માટે કેટલું મહત્વનું અને ફાયદાકારક છે. પરંતુ ઘણી વખત લોકો તેને ખાવાનો યોગ્ય સમય કયો છે તેના પર ધ્યાન આપતા નથી. એ જરૂરી  છે.


આપણે બધાએ લોકોને ફળોના ફાયદા વિશે વાત કરતા સાંભળ્યા છે, ખાસ કરીને સવારે ખાલી પેટે. આ પાચન, ત્વચા, વાળ, ચયાપચય, રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. જો કે, આપણે એ ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિના શરીરનો એક વિશિષ્ટ પ્રકાર અને  ચયાપચય હોય છે. આથી કેટલાક લોકો માટે સવારે ફળ ખાવું હિતકારી નથી તો કેટલાક માટે  નાસ્તા સાથે ફળ ખાવું એ શ્રેષ્ઠ પણ રહે છે.


 ફળોના અલગ અલગ પ્રકાર


દરેક ફળમાં વિવિધ પ્રકારના ઉત્સેચકો અને એસિડ હોય છે જે આંતરડામાં રહેલા બેક્ટેરિયા સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને વ્યક્તિના લક્ષણોના આધારે સારા કે ખરાબનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કહે છે કે તેને તમારી પ્લેટમાં મૂકતા પહેલા, તમે જે ફળોનું સેવન કરવા જઈ રહ્યા છો તેની તાસીર જાણવી પણ જરૂરી છે.


સવારે ખાલી  પેટ ફળો ખાવા જોઇએ કે નહી ?


જો તમને એસિડિટી, બળતરા, અથવા કફ સંબંધિત લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, સાઇનસાઇટિસ, એલર્જી, અસ્થમા,  તાવ, ફેફસામાં સંક્રમણ, બ્રોન્કાઇટિસ, ડાયાબિટીસ અને  વધારે વજન હોય તો સવારે ખાલી પેટ ફળો ખાવાનું ટાળવું જોઇએ.


 ફળ


જો તમને કબજિયાત, ડ્રાય સ્કિન, નબળા પાચન અને નબળા ચયાપચય જેવા લક્ષણો હોય તો અચૂક  ફળો ખાવ જે આપના આંતરડાના બેક્ટેરિયામાં વધારો કરે છે અને તમારા ગેસ્ટ્રિક રસને ઉત્તેજીત કરે છે.


યાદ રાખો


યાદ રાખો કે જ્યારે પણ ફળો કે સલાડ ખાવ છો તો તેને એકલા જ ખાવાનું પસંદ કરો, તેને ભોજન કે નાસ્તા સાથે ન ખાવો.


સવારે ફળો ખાવાના ફાયદા


આપણું શરીર સવારે 7 થી 11 વાગ્યા સુધી ડિટોક્સની પ્રક્રિયામાંથી પસાર થાય છે. એન્ટિ-ડિટોક્સ ખોરાકથી વિપરીત, જેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તેવા  ફળો આ પ્રક્રિયા દરમિયાન ઊર્જા વધારે છે.


ચયાપચય વધારો


ફળો સૌથી સરળતાથી પચી જતાં સુપાચ્ય ખોરાક છે. ફળોમાં કુદરતી શર્કરાના પ્રવાહને કારણે સવારે આ ફૂળોનું  સેવન કરવાથી આવતા કલાકો માટે મેટાબોલિક રેટ વધે છે.


આપને એર્જેટિક રાખે છે


તમે જાગ્યા પછી તરત જ આપના શરીરને પ્રાકૃતિક શર્કરાની સખત જરૂર હોય  છે. આપના એસ્પ્રેસો શોટને ફળની પ્લેટ સાથે  બદલવાની કોશિશ કરો.