Health Tips: જાંબુમાં એસિડની માત્રા વધુ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ લેવલ વધે છે. તેનાથી એસિડિટી થઈ શકે છે. એટલે જમ્યાં પછી જ જાંબુ ખાવા ફાયદાકારક હોય છે.જાંબુ ખાવાથી અને જાંબુના પાન અને તેની છાલને ત્વચા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે. જાંબુની છાલ લોહીને સાફ કરે છે. સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. જાંબુનો રસ ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ નથી થતાં જાંબુનો રસ આંખોની રોશનીને પણ વધારે છે.


દાંતની પીડામાં આરામ આપે છે. જાંબુના પાનની રાખ બનાવીને તેને દાંત અને પેઢાંમાં ખસવાથી તે મજબૂત બને છે. જાંબુના રસથી કોગળા કરવાતી પાયરિયાની સમસ્યા પણ ઠીક થઇ જાય છે. કમળામાં પણ જાંબુ ઓષધનું કામ કરે છે. કમળામાં જાંબુનો 10થી15 મિલી રસમાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે. સફેદ જામુનમાં રહેલું ડાયેટરી ફાઇબર વજનને અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયેટરી ફાઇબર અને તેમાં રહેલું પાણીનું પ્રમાણ સામાન્ય પાચન સમસ્યાઓ ટાળવામાં પણ પણ મદદ કરે છે.


જાંબુ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. શુગરના દર્દીઓને જાંબુ લેવાથી ફાયદો થાય છે. કિડનીમાં સ્ટોન હોય તો પણ જાંબુ ઔષધનું કામ કરે છે. જાંબુના રસથી નાની સાઇઝની પથરી ગળી જાય છે પથરી માટે 10 મિલિગ્રામ જાંબુના રસમાં 250 ગ્રામ સિંધા નમક મિક્સ કરીને દિવસમાં 2થી3 વાર રોજ પીવાથી પથરી ટૂટીને પેશાબ દ્રારા નીકળી જાય છે. જાંબુનું સેવન દરેક વ્યક્તિ કરે છે, જ્યારે તમે ડાયાબિટીસની સમસ્યામાં પણ તેનું સેવન કરી શકો છો. પરંતુ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે જાંબુ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 


જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન સારું રહે છે. જાંબુમાં લિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે.  જાંબુના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંની પ્રોબ્લેમ દૂર થાય છે. જાંબુ એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. જાંબુને આપણા ભારત દેશમાં ભારતીય ‘બ્લેકબેરી ‘તરીકે આવે છે.