Weight Loss Drinks: આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની રહી છે. જેના કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ વગેરે જેવી અનેક બીમારીઓથી પીડિત રહે છે. આ સ્થૂળતાના કારણે સમાજનો એક મોટો વર્ગ રોગનો શિકાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવો સરળ નથી. પરંતુ તે અશક્ય પણ નથી.
જીવનશૈલી અને ખાનપાનમાં કેટલાક સરળ ફેરફારો કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. આ માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું પાણી પી શકો છો. આ પાણી પીવાથી તમારી ચરબી ઝડપથી ઓછી થવા લાગશે. વજન ઘટાડવાની આ સૌથી સરળ અને અસરકારક રીત છે. તો ચાલો જાણીએ તેમના વિશે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી સવારે તેને ઉકાળો તેમાં લીંબુનો રસ નાખીને ચાની જેમ પીવો. જીરું પાણી વજન ઘટાડવાનો કુદરતી ઉપાય છે. સવારે આ પાણી પીવાથી ચયાપચય વધે છે, જે પાચનમાં સુધારો કરે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
એક ગ્લાસ પાણીમાં એક થી દોઢ ઈંચ તજનો ટુકડો નાખીને આખી રાત રાખો. તેને સવારે ઉકાળીને આખી રાત પલાળી તજનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે અને મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એક ગ્લાસ પાણીમાં આદુનો એક નાનો ટુકડો અને તજનો ટુકડો રાતભર પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને લીંબુનો રસ અને મધ સાથે ચાની જેમ પીવો. સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને પછી તેને ચાની જેમ પીવો. મેથીનું પાણી આખી રાત પલાળીને રાખવાથી વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને ચાની જેમ પીવો. વરિયાળીમાં રહેલા પાચન ઉત્સેચકો પાચનમાં સુધારો કરે છે અને ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.