Health Tips: ગ્રેપફ્રૂટ એક એવું ફળ છે, જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં રામબાણ સાબિત થઈ શકે છે. આયુર્વેદિકની દષ્ટીએ જોએઇ તો આ ફળ ગુણોનો ભંડાર છે. તેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે.
હૃદયના સ્નાયુઓને મજબૂત કરવા હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ફળનું સેવન કરવું હિતાવહ છે. તે શ્રેષ્ઠ અને ગુણકારી ફળ છે. આ ખાટું અને મીઠું ફળ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેને અનેક રોગોથી પણ બચાવે છે. ગ્રેપફ્રૂટના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ ફળનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો છે
ગ્રેપફ્રૂટનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. પહેલા આ ફળ મલેશિયા અને ઇન્ડોનેશિયા દ્વીપસમૂહમાં ખાવામાં આવતું હતું. જોકે તેની ઉત્પત્તિ ક્યારે થઈ તેનો કોઈ ચોક્કસ સમય નથી. ગ્રેપફ્રૂટનું મૂળ પણ સિયામ-મલય-જાવા હોવાનું માનવામાં આવે છે, જે ભારત અને ચીનનો સરહદી વિસ્તાર થાય છે. કેટલાક ઈતિહાસના પુસ્તકોમાં, તેની ઉત્પત્તિ ઈ.સ. પૂર્વેની થોડીક સદીઓ પહેલા જ માનવામાં આવે છે. આનો પુરાવો એ છે કે ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ 'સુશ્રુત સંહિતા'માં ગ્રેપફ્રૂટ (માતુલંગ)ને શ્રેષ્ઠ ફળોમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત અને ચીનમાં આ ફળ શરીર માટે રામબાણ ગણાય છે. આવો જાણીએ આ ફાયદાકારક ફળના ફાયદા...
આયુર્વેદિક ગ્રંથ 'ચરકસંહિતા'માં આ ગ્રેપ ફળને ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ વધુ પડતો દારૂ પીધો હોય તો તેને આ ફળ આપવાથી નશો દૂર થાય છે. જો તેનું દરરોજ યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા થઈ શકે છે.
કફ અને હેડકીની સમસ્યા દૂર થશે
યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, એક સામાન્ય ગ્રેપફ્રૂટમાં 231 કેલરી, 6.09 ગ્રામ ફાઈબર, 4.63 ગ્રામ પ્રોટીન, 58.6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 371 મિલિગ્રામ વિટામિન સી અને 1320 મિલિગ્રામ પોટિસિયમ હોય છે. તેની છાલ અને બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી વાત-કફ બંધ થઈ જાય છે. ઉધરસ, ઉલ્ટી અને હેડકીની સમસ્યા પણ દૂર થાય છે.
બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રણ
ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ તેના ઘણા ફાયદા પણ જણાવ્યા છે. તેમના મતે ગ્રેપફ્રૂટમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. હૃદય માટે આ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તેની ખાટી અને હળવી મીઠાશ હૃદયના સ્નાયુઓને મજબૂત રાખે છે. તે તેને વિવિધ રોગોથી બચાવે છે. તે શરીરને ખરાબ કોલેસ્ટ્રોલથી દૂર રાખે છે. તે શરીરને ચેપ સામે લડવા માટે પણ મજબૂત બનાવે છે.
કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ગ્રેપફ્રૂટમાં જોવા મળતા ફાઈબર પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે. આટલું જ નહીં, ગ્રેપફ્રૂટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
આ સાવચેતીઓ લો
- વધુ પડતું સેવન પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે કોઈપણ રોગની જો આપ દવા લઈ રહ્યા છો, તો ગ્રેપફ્રૂટનું સેવન કાળજીપૂર્વક સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં રહેલા ઘટકો દવાઓની અસરને ઘટાડી અથવા દૂર કરી શકે છે.
- જો તમે એલર્જીની સમસ્યાથી પરેશાન છો તો ગ્રેપફ્રૂટ ખાવાનું ટાળો. વધુ માત્રામાં સેવન કરવાથી પેટમાં એસિડનું સ્તર ગંભીર સ્તરે વધી શકે છે.
- જો તમને કિડની અને લીવરની બીમારી હોય તો તેનું સેવન ટાળો.
- ગ્રેપફ્રૂટ કેટલીક દવાઓને પણ અસર કરી શકે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે તેના સેવનથી કેન્સરની દવા ટેમોક્સિફેનની અસર ઓછી થાય છે.