Milk for weitht loss:  આપને  જાણીને નવાઈ લાગશે કે દૂધ પીવાથી ફેટ વધતું નથી  પરંતુ ઘટે છે. સ્નાયુઓ બને છે એટલે કે ફિટનેસ વધે છે. જાણીએ કયારે દૂધ પીવું હેલ્ધી છે.


દૂધ વિશે દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય અલગ-અલગ હોઈ શકે છે. દૂધ એ સ્વાસ્થ્યનો ખજાનો છે એ વાતનો કોઈ ઇન્કાર નહી કરી શકે. તેથી જ આયુર્વેદ તેને સંપૂર્ણ ખોરાક માને છે. દૂધ વિશે, કેનેડાની બ્રોક યુનિવર્સિટીના એપ્લાઇડ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ બ્રાયન રોય કહે છે કે, દૂધમાં મળતા પોષક તત્વો આપણા આખા શરીરને પોષણ આપવાનું કામ કરે છે. જો કે વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકો તેને પીતા અચકાઇ છે. શું દૂધ પીવાથી વજન વધે છે.


દૂધ ચરબી વધારતું નથી


દૂધ અંગેના લાંબા સંશોધનના પરિણામો અને અનુભવો શેર કરતાં ડૉ. રોય કહે છે કે, જે યુવાનો વેઈટલિફ્ટિંગ પછી દૂધનું સેવન કરે છે, તેમના શરીરમાં  ફેટ   એટલે કે, ચરબી ઝડપથી ઓછી થાય છે જ્યારે સ્નાયુઓ ઝડપથી બનવા લાગે છે. તેથી જો આપ મસલ્સ બનાવવા માંગતા હો તો વર્કઆઉટ બાદ દૂધ પીવું શ્રેષ્ઠ છે.


શું દૂધમાંથી બનેલા અન્ય ખોરાક પણ એટલા જ ફાયદાકારક છે?


જો  દૂધ પીવું  પસંદ ન હોય તો આપના  મનમાં પ્રશ્ન આવી શકે છે કેસ, શું દૂધમાંથી બનેલા અન્ય વિક્લ્પ છે જેમકે  પનીર, ટોફુ, દહીં વગેરે ખાવાથી પણ મસલ્સ બને છે? તો આ વિષયમાં ડૉ.રૉય કહે છે કે, જો કસરત કર્યા પછી  આપ દૂધને બદલે દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરો  છો, તો મસલ્સના  નિર્માણની ગતિ ધીમી પડી જાય છે. એટલે કે, આપના મસલ્સ બનશે પરંતુ તે જ ઝડપથી બનવા જોઇએ તેટલા નહીં બને.  જે ઝડપે દૂધના સેવનથી બને છે.


શું આપણે વધુ દૂધ પી શકીએ?


દૂધ પીવાથી સ્નાયુઓ બને છે અને ચરબી ઓછી થાય છે. જો આ જાણ્યા પછી આપને થાય તે તો દિવસભર દૂધ પીતા રહેવું જોઇએ તો . કારણ કે તે સંપૂર્ણ આહાર પણ છે અને ચરબી તો નથી વધારતી સાથે જ મસલ્સ પણ બનાવે છે! પરંતુ એવું નથી કારણ કે દરેક વસ્તુનો અતિરેક પ્રતિબંધિત છે. એકલું દૂધ પીવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે અને અન્ય પાચન રોગો પણ ઘેરી શકે છે. આ જ કારણ છે કે 6 મહિનાની ઉંમર પછી બાળકને થોડો નક્કર ખોરાક પણ આપવામાં આવે છે. પરંતુ દૂધથી થતું ફેટને ઓછું કરવા માટે આપને વર્કઆઉટ કરવું જરૂરી છે. આપને  કસરત કરવી જ જોઈએ.  તો જ દૂધ વજન વધારાનું કારણ નથી બનતું.


તમારે એક દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ?


તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ તે તમે શું કામ કરો છો, તમારી જીવનશૈલી શું છે અને તમે કેટલી કેલરી બર્ન કરો છો તેના પર આધાર રાખે છે. જો કે એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 3 ગ્લાસ દૂધ પી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જે લોકો શારીરિક શ્રમ કરે છે જેમ કે કૃષિ કાર્ય અથવા શ્રમ સંબંધિત કામ, રમતગમત, વ્યાયામ વગેરે કરતા બેઠા બેઠા નોકરી કરનારાઓની પાચનશક્તિ ઘણી નબળી હોય છે. તેથી, આ લોકો વધુ માત્રામાં દૂધ પીવાથી બચવું જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.