હેલ્થ: બ્રેડમાં ગ્લુટેન હોય છે. જે સ્વાથ્ય માટે હાનિકારક છે. બ્રેડ લાંબો સમય સુધી ખાવાથી પાચન તંત્રને સંબંધિતિ સમસ્યા ઉત્પન થઇ શકે છે. તો ચાલો જાણીએ કે બ્રેડ ખાવાથી કયા કયા નુકસાન થાય છે.

  • બ્રેડમાં નમકની માત્રા વધુ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. જો કે બ્રેડના એક ટૂકડાના સેવનથી નુકસાન નથી થતું. જો કે નિયમિત બ્રેડના સેવનથી આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

  • બ્રેડમાં નમક, અને રિફાઇન્ડ શુગર હોય છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. રોજ બ્રેડના સેવનથી શરીર પણ વધે છે.

  • બ્રેડમાં કોઇ એવા પૌષ્ટિક પદાર્થ નથી. જે સ્વાથ્ય માટે હિતકારી સાબિત થાય. બ્રેડમાં ગ્લૂટેન હોય છે. જે વધુ ભૂખ લગાડે છે અને પેટ પણ ખરાબ કરે છે. ગ્લુટેનના કારણે પેટ પણ ખરાબ થઇ શકે છે.

  • જો આપ નિયમિત બ્રેડ લેતા હો તો, તેનાથી કબજિયાતની સમસ્યાઓ પણ થઇ શકે છે. પાચનશક્તિ નબળી થઇ જાય છે. નાસ્તમાં નિયમિત બ્રેડ લેવી નુકસાનકારક સાબિત થાય છે.

  • મોટાભાગની સફેદ બ્રેડમાં ફ્રુક્ટોસ કોર્ન શુગરની માત્રા વધુ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સફેદ બ્રેડમાં ફાઇટિક એસિડ પણ હોય છે. જે શરીરમાં કેલ્શિયમ, આયરન, અને જિંકને શોષવાની પ્રક્રિયાને અવરોધે છે.