દાડમનો જ્યુસ સ્વાસ્થ્યવર્ધક ફળમાંથી એક છે. નાના બીની સાથે ફલનો રંગ લાલ હોય છે. તેમાં ફાઇબર, પોટેશ્યિમ, વિટામિન સી હોય છે. માત્ર ફળ જ નહીં દાડમના જ્યુસના પણ અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે.

પેક્ડ જ્યુસ મોટેભાગે ખાંડ અને મીઠાથી ભરેલા હોય છે. દાડમનો તાજો જ્યુસ સરળતાથી ઘરે કાઢી શકાય છે. સંશોધન અનુસાર, જ્યુસ ખાસ પ્રકારના કેન્સરના જોખમથી બચાવવામાં મદદ કરે છે. પૌષ્ટિક જ્યુસ પીને તાજગી સહિત સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા મળે છે.

આયુર્વેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે.

લાંબી બીમારીને કારણે, વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ-ઇફેક્ટને કારણે જીભમાં સ્વાદ બગડી ગયો હોય, તેવા રોગી દાડમનાં દાણા સાથે કાળીદ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે. ખોરાક તરફ રુચિ જન્મે છે.

દાડમનો રસ મજબૂત એન્ટી-ઑક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. શોધ અનુસાર, આ જ્યુસમાં ગ્રીન ટીની સરખામણીમાં ત્રણ ગણું વધારે એન્ટી-ઑક્સીડેન્ટ હોય છે. એન્ટી-ઑક્સિડેન્ટ તમારી કોશિકાઓને મુક્ત કણોથી બચાવે છે અને ઑક્સીડેટિવ તણાવને ઘટાડે છે.

આ રસ વિટામિન સીથી પણ ભરપૂર હોય છે જે તમારા શરીરને કેટલાય લાભ અપાવી શકે છે. હાઇ બ્લડ પ્રેશરથી હૃદય રોગનું જોખમ ઘણું વધી શકે છે. દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

દાડમનો રસ યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે અને અલ્ઝાઇમર રોગથી લડવામાં પણ મદદ કરી શકે છે.