Healh Tips: ઘણા લોકો માટે કોકટેલ પીણાં વિના કોઈપણ ઉજવણી અધૂરી છે. મિત્રો સાથે ગપસપ, મસ્તીમાં, ઘણી વખત આપણે આપણી ક્ષમતા કરતા વધુ પીતા હોઈએ છીએ, જેની અસર બીજા દિવસે સવારે હેંગઓવરના સ્વરૂપમાં જોવા મળે છે.  ઘણા લોકો કોઈ ખાસ પ્રસંગે તેઓ દારૂનુ સેવન બંધ કરી દેશે તેવો સંકલ્પ લેતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો સંકલ્પનું પાલન કરી શકે છે. દારૂ છોડવાના જ્યાં ઘણા મેડિકલ ઉપાય છે, તો તેના માટે દ્રઢ ઈચ્છાશક્તિ ખૂબ મહત્વપૂર્ણ છે.



  • દારૂની જગ્યાએ મનપસંદ પીણુ પીવો: લોકો લગ્ન સમારોહ અથવા મિત્રોની સાથે પાર્ટીમાં વારંવાર દારૂનુ સેવન કરે છે. એવામાં તમે પણ મિત્રોની સાથે પાર્ટીમાં દારૂ પીવાનુ મન કરી શકો છો. એ સમયે તમે દારૂની જગ્યાએ પોતાનુ કોઈ મનપસંદ પીણુ પીવો. આ તમને દારૂનુ સેવન બંધ કરાવવામાં મદદ કરશે

  • કારણ જાણો: જો તમે દારૂ છોડવા માંગો છો તો જરૂરી છે કે સૌથી પહેલા તેને છોડવાનુ કારણ જાણો. તમે જાણો કે તમારે દારૂ કેમ છોડવી જોઈએ. જો તમે વિચારશો કે હું કાલથી દારૂ છોડી દઈશ તો આ સરળ નથી. પરંતુ જો તમે કારણ જાણી લીધુ તો આ કારણથી હું દારૂ બંધ કરી દઈશ તો આ શક્ય છે. જેમકે જો તમને લાગે કે દારૂના કારણે તમારો પરિવાર વિખેરાઈ ગયો છે, તમે ગંભીર બિમારીના શિકાર થવાના છો, જેના કારણે તમે માન-સન્માન બધુ ગુમાવી ચૂક્યા છો તો પછી તમે દારૂ છોડવા માટે માનસિક રીતે મજબૂત થઇ શકશો. તેથી જરૂરી છે કે પહેલા કારણ જાણો અને લક્ષ્યને નક્કી કરો.

  • સ્માર્ટ લક્ષ્ય નક્કી કરો: તમે બધા સ્માર્ટ વર્ક અંગે તો જાણતા હશો. દારૂ છોડવા માટે પણ તમારે સ્માર્ટ લક્ષ્ય નક્કી કરવુ પડશે. એક વખત જો તમે લક્ષ્યોને નક્કી કરી તેમને પૂરા કરી લેશે તો પછી દારૂ છોડવુ તમારા માટે સરળ થઇ જશે. દારૂ છોડવા માટે તમે શરૂઆતમાં નાના-નાના લક્ષ્ય નક્કી કરો. જેમકે અઠવાડિયામાં ત્રણ દિવસ પીવામાં કટોતી કરવી. આ રીતે ધીરે-ધીરે પીવામાં ઘટાડો દિવસે-દિવસે વધારતા જાઓ, જ્યાં સુધી તમે પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચતા નથી. આ ઉપરાંત દારૂની માત્રાને સતત ઘટાડતા જાવો.

  • પોતાના લક્ષ્યોને બીજા સાથે શેર કરો: વિશેષજ્ઞોનુ માનવુ છે કે પોતાના લક્ષ્યોને મિત્ર, પરિવાર અથવા કોઈ શુભચિંતકની સાથે શેર કરવાથી તેને પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. તેથી તમે પણ દારૂ છોડવાના પોતાના લક્ષ્યોને પોતાના શુભ ચિંતકો સાથે શેર કરો. જેનાથી તમને દારૂ છોડવામાં સરળતા રહેશે.




પાર્ટીમાં હેંગઓવર થયા બાદ કેવા કરશો ઉપાય


નાળિયેર પાણી 


હેંગઓવરથી છુટકારો મેળવવા માટે નારિયેળ પાણી ફાયદાકારક છે. વધુ આલ્કોહોલ લેવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હાજર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.


લીંબુ પાણી 


હેંગઓવરથી છુટકારો મેળવવા માટે લીંબુ પાણી એ સૌથી અસરકારક રીતોમાંથી એક છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે લીંબુ પાણી સિવાય તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નીચોવીને પીવો.


મધ


હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધમાં આલ્કોહોલને કારણે થતી આડઅસરો ઘટાડવાની શક્તિ છે. આ સાથે પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળશે.


દહીં


જો આલ્કોહોલ વધુ પીવાય ગયો હોય તો તેના કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ દહીંનું સેવન ફાયદાકારક છે. માત્ર એટલું ધ્યાન રાખો કે દહીં ખાંડ કે મીઠું નાખ્યા વગર એકલું જ ખાવું જોઈએ.


કેળા 


હેંગઓવરથી છુટકારો મેળવવામાં કેળા પણ અસરકારક છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. આ સ્થિતિમાં કેળા ખાવાથી ફાયદો થશે.


ફુદીનો


3-4 ફુદીનાના પાનને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી હેંગઓવર પણ મટે છે. આ ગેસની સમસ્યા નથી થતી અને આંતરડાને આરામ મળે છે.


મહત્વપૂર્ણ ટીપ્સ


શરીરમાં પાણીની કમી ન થવા દો, કારણ કે આલ્કોહોલ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. તેમજ પૂરતી ઊંઘ લો. જેના કારણે શરીર અને મન હળવા રહેશે.


Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બાબતની  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.