Water Intake : પાણીએ માનવ શરીરની જરૂરિયાત છે, એક ચોક્કસ પ્રમાણમાં પાણી શરીર ને વ્યવસ્થિત રિતે કામ કરવામાં મદદ કરે છે, આના વગર જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. ખાધા વગરતો માણસ ઘણા દિવસો સુધી જીવી શકે છે પરતું પાણી વગર મુશ્કેલ છે. આવામાં એક પ્રશ્ન આવે છે કે પાણી વગર માણસ કેટલા દિવસ સુધી રહિ શકે છે. પાણીની ઉણપ થવાથી શું શું થઈ શકે છે આવો વિગતવાર જાણીએ.. 


પાણીની ઉણપ થવાથી શું શું થઈ શકે છે
જ્યારે વ્યક્તિનું શરીર ડિહાઇડ્રેડ હોય છે, ત્યારે તેને ખૂબ તરસ લાગે છે. પાણીની અછતને કારણે તે થાક અનુભવે છે, અંગો પણ નિષ્ફળ થઈ શકે છે, જે મૃત્યુ તરફ દોરી શકે છે. જો પાણી ન પીવામાં આવે તો વ્યક્તિ પહેલા દિવસે થોડી સુસ્તી અનુભવે છે અને ત્રીજા દિવસે ઘણા અંગોને નુકસાન થઈ શકે છે.


પાણીની અછતની અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ થઈ શકે છે. આમ જોઈએ તો તે તેની સહનશીલતા પર પણ આધાર રાખે છે, કારણકે આપણા શરીરનો 70% ભાગ પાણીથી બનેલો છે અને તેના કારણે ઘણા જરૂરી કામ પૂરા કરી શકાય છે.આવામાં પાણી વગર વધારે દિવસો સુધી ટકવું મુશ્કેલ છે. 


માણસ પાણી વગર કેટલા દિવસ સુધી રહી શકે છે  
સામાન્ય રીતે એવું કહેવાય છે કે પાણી વિના માનવી ત્રણ દિવસ જીવી શકે છે. જો કે, આ વિવિધ લોકો માટે અલગ હોઈ શકે છે. આ બે દિવસથી એક અઠવાડિયા સુધી હોઈ શકે છે. પાણીના સંદર્ભમાં 'રૂલ ઓફ 3' પણ ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે માણસ હવા વિના 3 મિનિટ, પાણી વિના 3 દિવસ અને ખોરાક વિના 3 અઠવાડિયા સુધી જીવી શકે છે.


'આર્કાઇવ ફર ક્રિમિનોલોજી'ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખોરાક અને પાણી વિના માણસ 8 થી 21 દિવસથી વધુ જીવી શકતો નથી. પાણીની અછતને કારણે શરીર પર ઘણી નકારાત્મક અસરો જોવા મળે છે. જો કે, તે બધું જીવનશૈલી અને આબોહવા પર આધારિત છે.


શરીરમાં કેટલું પાણી જરૂરી
1. નેશનલ એકેડેમિક્સ અનુસાર, પુરુષોએ એક દિવસમાં 3.6 લિટર પાણી પીવું જોઈએ અને સ્ત્રીઓએ 2.6 લિટર પાણી પીવું જોઈએ. આ જથ્થો પ્રવાહી અને ખોરાકમાંથી મેળવી શકાય છે.
2. પાણીની જરૂરિયાત દરેક વ્યક્તિની ઉંમર, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્ય, શારીરિક ક્ષમતા, ઊંચાઈ, વજન, લિંગ અને આહાર પર આધારિત છે.
3. જેઓ પાણીથી ભરપૂર ફળો, શાકભાજી અને જ્યુસનું સેવન કરે છે તેમને વધારે પાણીની જરૂર હોતી નથી, જ્યારે કે જેઓ અનાજ, બ્રેડ અથવા સૂકો ખોરાક લે છે તેમને વધુ પાણીની જરૂર પડે છે.
4. વ્યક્તિના શરીરને કેટલું પાણી જોઈએ છે તે તેની આસપાસના વાતાવરણ પર પણ આધાર રાખે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.