Methi Health Benefits in Winters: મેથી એક એવો મસાલો છે, જેનો દરેક લોકો કિચનમાં ઉપયોગ કરે છે. મેથીનો ઉપયોગ શિયાળામાં ખૂબ કરવાનું કહેવાય છે. તે ચામડી, વાળ અને શરીર માટે ખૂબ લાભદાયી છે. આજકાલ ઘણા સાબુ અને શેમ્પૂમાં પણ મેથીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું દર્શાવાય છે. એક્સપર્ટ્સ મુજબ એક ચમચી મેથીમાં 6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 3 ગ્રામ ફાઈબર, 3 ગ્રામ પ્રોટીન અન 1 ગ્રામ ફેટ હોય છે.
શિયાળામાં મેથી ખાવાના શું છે ફાયદા
પાચન ઠીક કરેઃ શિયાળામાં અનેક લોકોને પાચન સંબંધી પરેશાની થાય છે. આ સ્થિતિમાં મેથીનું સેવન લાભદાયી છે. જો તમને કબજિયાત જેવી પરેશાની હોય તો સવારે ઉઠીને મેથીનું પાણી પીવું જોઈએ. તમે ઈચ્છો તો મેથીના દાણાનું પણ સેવન કરી શકો છો. જે તમારા પાચનને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે.
એસિડિટી કરે દૂરઃ અનેક વખત શિયાળામાં તળેલી ચીજો ખાવાથી ગેસની સમસ્યા થાય છે. તેમાં મેથી રામબાણ ઈલાજ છે. પેટમાં બળતરા થતી હોય તો મેથીને એક લોટામાં પલાળી દો. સવારે આ પાણી પી જાવ. મેથી ઈચ્છો તો ચાવીને પણ ખાઈ શકો છો. થોડીવારમાં એસિડિટીથી રાહત થઈ જશે.
વાળને તૂટતા બચાવેઃ મેથી વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં અનેક પોષક તત્વો મળી છે, જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. મેથી શિયાળામાં વાળમાં થતી ખોડાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. તે વાળને તૂટતા બચાવાની સાથે ગ્રોથમાં મદદ કરે છે.
શરદી-ઉધરસમાં અસરદારઃ શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા ઘણા લોકોને થાય છે. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે સંક્રમણને દૂર રાખવામાં મદદ કરે છે. સવારે ઉઠીને મેથીનું પાણી પીવાથી અનેક પ્રકારના સંક્રમણમાં રાહત થાય છે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં બતાવવમાં આવેલી વિધિ, રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચનના રૂપમાં લો. કોઈપણ પ્રકારની સારવાર, દવા, ડાયટનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.