Health Tips:ઘણા લોકોને તુવેર દાળ અને ભાત ખાવાનું પસંદ હોય છે. પરંતુ કેટલાક રોગોમાં તુવેર દાળ ન ખાવી જોઈએ. સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.


તુવેર દાળ વિના ઘરના ભોજનની કલ્પના કરવી મુશ્કેલ  લાગે છે. ઘણા લોકોની આ દાળ ફેવરિટ હશે  ખાવાની થાળીમાં તુવેરની દાળ ન હોય તો ભોજન અધૂરું લાગે છે. તુવેરની  દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણ કે તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકોથી લઈને ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક બીમારીઓમાં તેને ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો આ રોગોથી પીડિત દર્દીને તુવેરની દાળ ખવડાવવામાં આવે તો તેની આડઅસર ખતરનાક બની જાય છે. આવી સ્થિતિમાં તુવેરની દાળ ખાતા પહેલા એ જાણવું જરૂરી છે કે શું તમે તે રોગોના શિકાર છો અને શું આ દાળ તમને નુકસાન પહોંચાડી રહી છે. આવો જાણીએ કે કઈ બીમારીથી પીડિત લોકોએ તુવેર દાળનું સેવન ટાળવું જોઈએ.


યુરિક એસિડ


જે લોકોનું યુરિક એસિડ વધી ગયું છે. તેઓએ તુવેર દાળ ન ખાવી જોઈએ, કારણ કે તેમાં પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે. જેના કારણે યુરિક લેવલ અનિયંત્રિત થઈ જાય છે. આ સાથે આ રોગમાં હાથ, પગ અને સાંધાઓમાં સોજો પણ આવી શકે છે.


કિડની


જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે આ દાળનું સેવન ટાળવું જોઇએ. તુવેરની દાળમાં પોટેશિયમ  છે, જે કિડનીની સમસ્યાને વધારે છે. તેના સેવનથી આપણે પથરી જેવી બીમારીઓ સામે લડવું પડી શકે છે.


એસિડિટી


જે લોકોને એસિડિટીથી પરેશાન છે, તેમણે રાત્રે તુવેરની દાળ ન ખાવી જોઇએ.  તુવેરની દાળ બચવામાં  સમય લાગે છે, જેના કારણે ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, ગેસ થવા લાગે છે. જેના કારણે કેટલાક લોકોને માથાનો દુખાવો પણ થવા લાગે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.