Walking Benefits : કામનું પ્રેશર અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોના તણાવમાં વધારો થયો છે. જેના કારણે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો વૉકિંગને મગજ બૂસ્ટર માને છે. તેનાથી મગજ શાંત થાય છે અને યાદશક્તિમાં સુધારો થાય છે. વર્જીનિયા યુનિવર્સિટીનું એક સંશોધન કહે છે કે ચાલવાથી વૃદ્ધોમાં ડિમેન્શિયા અને અલ્ઝાઈમરનું જોખમ પણ ઓછું થાય છે.
ઘણા અભ્યાસો દર્શાવે છે કે લગભગ 10 મિનિટ સુધી ઝડપથી ચાલવાથી પણ નકારાત્મક વિચારો દૂર કરવામાં મદદ મળે છે. કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે દરરોજ 10 હજાર પગલાં ચાલવાથી હૃદય, મન અને શરીર સ્વસ્થ રહે છે.
ચાલવાથી મગજ માટે જબરદસ્ત ફાયદા થાય છે
જર્નલ ઑફ અલ્ઝાઈમર ડિસીઝમાં પ્રકાશિત થયેલા એક એહવાલ મુજબ દરરોજ થોડાં પગલાં ચાલવાથી અથવા થોડી કસરત કરવાથી મગજનું કદ વધી શકે છે. મતલબ કે મગજ સ્વસ્થ રહે છે. તેના તમામ ન્યુરોટ્રાન્સમીટર યોગ્ય રીતે કામ કરે છે. મતલબ કે ડિમેન્શિયા અથવા અલ્ઝાઈમરનું કોઈ જોખમ રહેતું નથી.
ચાલવાથી ચિંતા ઓછી થાય છે
નિષ્ણાતો કહે છે કે દરરોજ મધ્યમ કસરત કરવાથી મગજ પર સારી અસર થાય છે. દરરોજ 20 થી 30 મિનિટ ચાલવાથી તણાવ, હતાશા અને ચિંતાથી મુક્તિ મડે છે. આ સમય દરમિયાન, શરીરમાં એન્ડોર્ફિન હોર્મોનનું સ્તર વધે છે, જેના કારણે તણાવ દૂર થાય છે અને તમને સારું લાગે છે.
મૂડ સારો રહે છે
નિષ્ણાતો કહે છે કે દિવસમાં માત્ર થોડી મિનિટો ચાલવાથી તમારો મૂડ સારો થઈ શકે છે. તેનાથી ચિંતા ઓછી થઈ શકે છે. જ્યારે તમે પ્રકૃતિમાં ચાલો ત્યારે ચાલવાની અસર વધારે થાય છે. ચાલવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે અને તણાવ ઓછો થાય છે. ચાલવાથી ઊંઘ સુધરે છે અને શરીર સ્વસ્થ રહે છે.
શું ચાલવું એ કસરતનો વિકલ્પ છે?
ચાલવું એ એક પ્રકારની કસરત છે અને તે ખૂબ અસરકારક પણ છે. વધુ તીવ્ર કસરતની તરફેણમાં તે ઘણીવાર અવગણવામાં આવે છે, પરંતુ ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. જો તમે કોઈપણ પ્રકારની કસરત નથી કરી રહ્યા તો તમે ફિટનેસ માટે વૉકિંગનો વિકલ્પ બનાવી શકો છો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.