Hemp Seeds Nutrition:હેમ્પ સીડ વજન ઘટાડવા માટે ખૂબ સારા માનવામાં આવે છે. ચાલો જાણીએ કે, હેમ્પ સીડના બીજ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે.


હેમ્પ સીડ્સને લઇને લોકમાં  અલગ જ ક્રેઝ છે. હમ્પ સીડ્સ  ચરસ અથવા ભાંગ તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય વસ્તુઓ આ છોડમાંથી જ તૈયાર કરવામાં આવે છે. જો કે તેને ખાવું અને તેનો વેપાર કરવો ગેરકાયદેસર છે, ભાંગના  બીજનો ઉપયોગ કરી શકાય છે. ભાંગના  બીજને હેમ્પ સીડ્સ  કહેવામાં આવે છે. તેમાં ખૂબ જ ઓછું ટેટ્રાહાઇડ્રોકાનાબીનોલ (THC) હોય છે. મગજ પર તેની કોઈ અસર થતી નથી. હેમ્પ સીડ્સના બીજ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભાંગમાં પુષ્કળ પ્રમાણમાં હેમ્પ સીડ્સ  હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેને ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે. જાણો હેમ્પ સીડ્સના  વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે.


હેમ્પ સીડ્સ કેવી ખાશો?


આપ આહારમાં  હેમ્પ સીડ્સના બીજને ઘણી રીતે સામેલ કરી શકો છો. તમે આ બીજને દહીંમાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો તેને કોઈપણ સ્મૂધીમાં મિક્સ કરો. આ સિવાય તમે દૂધમાં મિકસ કરીને પણ પી શકાય છે. તમે તેને પાણી, કોકોનટ શુગર અને વેનીલા અર્ક સાથે મિક્સ કરીને પણ પી શકો છો. તેની સ્મૂધી પણ કરી શકો છો.


પ્રોટીનથી ભરપૂર


હેમ્પ સીડ્સમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે તમામ 9 આવશ્યક એમિનો એસિડથી સમૃદ્ધ છે. પ્રોટીન પાવડરને બદલે તેનું સેવન કરી શકાય.  તેનાથી પેટ ભરેલું રહેશે અને જલ્દી ભૂખ લાગશે નહીં.  હેમ્પ સીડ્સના  બીજ શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે


મેટાબોલિઝમ સુધારે છે


હેમ્પ સીડસના ઓઇલમાં  તમામ પોષક તત્વો હોય છે જે માછલીના તેલમાં જોવા મળે છે. આ એક ઉચ્ચ ચરબીયુક્ત આહાર છે જે આંતરડાની ક્ષમતા પણ વધારે છે. જેનાથી  મેટાબોલિઝમ સારું અને મજબૂત બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.


શરીરને મળે છે ગૂડ ફેટ


હેમ્પ સીડ્સમાં  આવશ્યક ફેટી એસિડ હોય છે. તેમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) હોય છે. તે ઓમેગા-6 અને ઓમેગા-3 વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરે છે. શણના બીજમાં સંતૃપ્ત ચરબી અને ટ્રાન્સફેટ્સ પણ જોવા મળે છે.


કિટો ડાયટ માટે ઉત્તમ


જે લોકો કીટો ડાયેટ કરે છે.  તેમના માટે  હેમ્પ સીડ્સના  ખૂબ જ ફાયદાકારક છે. 3 ચમચી બીજમાં માત્ર 2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે. એટલે કે હેમ્પ સીડ વજન વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.


Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.