HMPV Virus: હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) વાયરસ ચીનમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ હવે ભારતમાં પણ ધીમે ધીમે ફેલાવા લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. આ બધાની વચ્ચે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને વાયરસના કારણે મૃત્યુ દર વિશે માહિતી આપી છે.
ચીનના સીડીસીએ કહ્યું હતું કે "બાળકો, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધોને આ વાયરસથી સંક્રમિત થવાની સંભાવના વધારે છે. એચએમપીવીમાં સામાન્ય શરદીના લક્ષણો જોવા મળે છે. તે સિવાય ઉધરસ, તાવ પણ આવે છે. પરંતુ ક્યારેક ગંભીર કિસ્સાઓમાં તે બ્રોન્કાઇટિસ અને ન્યૂમોનિયા તરફ દોરી શકે છે."
આ વાયરસથી કોણ મરી શકે છે?
સીડીસીએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કોઈ વધુ સંવેદનશીલ વ્યક્તિને ચેપ લાગે છે તો એચએમપીવીનો ચેપ મૃત્યુ તરફ દોરી શકે છે. 2021માં લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટાના આધાર પર જો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શ્વસન ચેપ હોય તો HMPVને કારણે મૃત્યુની શક્યતા એક ટકા છે. "હાલમાં HMPV સામે કોઈ રસી અથવા અસરકારક દવા નથી અને સારવારનો હેતુ મોટે ભાગે લક્ષણો ઘટાડવાનો છે."
ભારતમાં આ વાયરસની શું અસર થશે?
ચીનમાં HMPV ફાટી નીકળવાની ચિંતા વચ્ચે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે દેશના લોકોને આશ્વાસન આપ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને લઈને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમણે લોકોને સામાન્ય સાવચેતી રાખવા વિનંતી કરી હતી. મીડિયા સાથે વાત કરતા ડૉ. ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોસ્પિટલો શ્વસન રોગના સંક્રમણ માટે સારી રીતે તૈયાર છે.
તેમણે કહ્યું હતું કે, "એચએમપીવી એ અન્ય શ્વસન વાયરસની જેમ છે જે સામાન્ય શરદીનું કારણ બને છે. તે ખૂબ જ વૃદ્ધ અને ખૂબ જ નાના બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. અમે દેશની અંતર શ્વસન સંબંધી પ્રકોપના આંકડાનું વિશ્લેષણ કર્યું છે. 2024ના આંકડામાં એવો કોઇ વધારો જોવા મળ્યો નથી.
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?