સવારે ખાલી પેટ મઘ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે. મધ સ્વાસ્થ્ય માટે ખૂબ  જ ફાયદાકારક છે.  ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તમારા ભોજનમાં મધનો સમાવેશ કરો, તે વજન ઘટાડવામાં મદદ કરશે. મધથી તમારું વજન ઘટશે અને તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.


મધ અને લીંબુ


વજન ઘટાડવા માટે મધ અને લીંબુ પાણી સૌથી અસરકારક છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને તેમાં અડધુ લીંબુનો રસ નિચોરીને પીવું. સવારે ખાલી પેટ મધ અને લીંબુ સાથે ગરમ પાણી પીવાથી ઝડપી અસર જોવા મળે છે. વર્કઆઉટ સાથે, તેની અસર ટૂંક સમયમાં દેખાશે. ઘણા લોકો ફક્ત મધ અને ગરમ પાણી પીવે છે. જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે.


મધ અને લસણ 


લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપ  સવારે લસણની 2-3 કળી ખાવાની ઈચ્છા હોય તો સૌપ્રથમ તેની પેસ્ટ બનાવી લો અને હવે તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને વજન પણ  ઘટશે.


મધ અને દૂધ


જો તમારે પાતળા થવું હોય તો દૂધમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ઉકાળેલા દૂધમાં માત્ર મધ ઉમેરો. તમે દૂધમાં એકથી બે ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી દૂધ પણ મધુર બનશે અને મધ તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.


મધ અને બ્રાઉન બ્રેડ


જો તમને  ભૂખ લાગી હોય અને ઝડપથી કંઇક ખાવું હોય તો  તો તમે બ્રાઉન-બ્રેડ અને મધ ખાઈ શકો છો. આના કારણે તમારું પેટ પણ ભરાઈ જશે અને કેલેરી પણ ઓછી માત્રામાં શરીરમાં જશે. તેનાથી તમારા પેટની ચરબી પણ ઘણી હદ સુધી ઘટી જશે. તમે આને નાસ્તો અથવા રાત્રિભોજનમાં ખાઈ શકો છો.


મધ અને છાશ 


કેટલાક લોકો પેટની ચરબી ઘટાડવા માટે છાશ પીવે છે. જો તમે તેમાં મધ ઉમેરીને પીવો છો, તો તમારું મેટાબોલિઝમ સુધરે છે. તમે એક ગ્લાસ છાશમાં 2 ચમચી મધ નાખી શકો છો. આનાથી પેટની ચરબી ઓછી થશે અને તમે ઝડપથી પાતળા થઈ જશો.


Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.