Gym tips: આયુર્વેદ પણ કહે છે કે આપણે દિવસભર પાણીની ચુસ્કીઓ લેતા રહેવું જોઈએ, જેથી આપણું શરીર હાઇડ્રેટ રહે. પરંતુ જિમમાં વર્કઆઉટ કર્યા પછી તરસ લાગે ત્યારે શું કરવું?


માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. શરીરમાં ડીહાઇડ્રેશનને કારણે હૃદયમાં સોજો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, નબળાઇ. જ્યારે શરીરમાં પાણીની અછત હોય છે, ત્યારે તે શરીરના અંગોમાંથી પાણી નિચોવવા લાગે છે. આવી સ્થિતિમાં શરીર તરસના રૂપમાં સંકેત આપે છે. જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે આપણે પાણી પીએ છીએ. પરંતુ આવી સ્થિતિ ન આવે, આ માટે જરૂરી છે કે આપણે નિયમિત પાણી પીતા રહીએ.


એક્સરસાઇઝ દરમિયાન પાણી પીતાં રહેવું જોઇએ?


આયુર્વેદ અનુસાર, આપણે એક જ વારમાં પાણી ગળવાનું ટાળવું જોઈએ. આપણે પાણીની ચૂસકી લેવી જોઈએ. આના કારણે આપણા શરીરમાં પાણી સારી રીતે પચી જાય છે  જે વધુ  ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે જીમ કે વર્કઆઉટ કરતી વખતે જ્યારે પરસેવાના રૂપમાં આપણા શરીરમાંથી પાણી નીકળી જાય છે અને આપણને તરસ લાગે છે તો શું  આ સમયે  પાણી પીવું જોઈએ?


વાસ્તવમાં, જિમ બાદ શરીરની હાલત ગરમ તવા જેવી થઇ જાય છે. જેમ ગરમ તવામાં પણી નાંખી તો ઘૂમાડા નીકળે છે  એ જ રીતે જીમ કર્યા પછી આપણું શરીર ગરમ રહે છે. જ્યારે આપણે તરત જ પાણી પીએ છીએ, તે અંગોને નુકસાન પહોંચાડે છે. તેથી જિમ પછી તરત જ પાણી પીતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો.


જિમ બાદ પાણી પીવો તો આ વાતોનું રાખો ધ્યાન



  • જીમ પછી થોડો આરામ કરો. જ્યારે પરસેવો સંપૂર્ણપણે નીકળી જાય અને ગરમી ઓછી થાય પછી  પાણી પીવો.

  • એક શ્વાસે પાણી ગટગટાવવાની બદલે ઘૂંટડે ઘૂંટડે શાંતિથી પાણી પીવો.

  • પાણીમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરો. જે  આ પરસેવાથી છૂટેલા ઇલેક્ટ્રોલાઇટ્સને ફરી ભરશે. તમે સાદા પાણીને બદલે નારિયેળ પાણી પણ લઈ શકો છો.

  • હંમેશા આરામથી બેસીને પાણી પીવો. ઉભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

  • જિમ કર્યા પછી 1-2 કલાક ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળો.


આયુર્વેદ અનુસાર, આપણે સામાન્ય સ્થિતિમાં પણ ચિલ્ડ વોટરથી બચવું જોઈએ. આપણે પાણી ઉકાળીને  અને તેને રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ પડવા દીધી બાદ જ  પાણી  પીવું જોઈએ. જિમ કર્યા પછી, જ્યારે શરીર ગરમ હોય,જ્યાં સુધી શરીરનું તાપમાન સામાન્ય ન થાય ત્યાં સુધી પાણી ન પીવો.અને એક જ શ્વાસે ફટાફટ પાણી પીવાથી  નુકસાન થાય છે.જિમ બાદ થોડો સમય બાદ  એકંદરે ઘૂંટડે -ઘૂંટેડ પાણી પીવું જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.