Mango Peel Benefits: ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તે સ્વાસ્થ્યથી પણ હિતકારી હોય છે. શું તમે જાણો છો કે કેરીની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે?


ફળોનો રાજા કેરી (મેન્ગીફેરા ઈન્ડિકા) બાળકોથી લઈને વૃદ્ધો સુધીનું પ્રિય ફળ છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોવાની સાથે  સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કે કેરીના  પોષણનો ખજાનો તેની છાલમાં પણ છુપાયેલો છે. શું તમે જાણો છો કે કેન્સરથી બચવાનું રહસ્ય કેરીની છાલમાં પણ છુપાયેલું છે.


નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજીની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં કેરીની છાલોમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ટ્યુમર અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળ્યા છે. આ ત્રણ ગુણોને કારણે કેરીની છાલનું સેવન વૃદ્ધત્વ, કેન્સર, હૃદયના રોગોથી બચવામાં અસરકારક છે.


કેરીની છાલને ખાતાં પહેલા આ ત્રણ વસ્તુનું રાખો ધ્યાન



  •  કેરીની છાલ ખાવામાં કડવી હોય છે. જો તમે તેને શરબત અથવા પાવડરના રૂપમાં સેવન કરો તો સારું રહેશે.

  • કેરીની છાલમાં ઉરુશિઓલ નામનું સંયોજન હોય છે, જે ત્વચામાં ખંજવાળ અને ફોલ્લીઓનું કારણ બની શકે છે. તેથી, જો તમને તેની એલર્જી હોય, તો તે લેતા પહેલા ચોક્કસપણે તમારા ત્વચારોગ તબીબીની સલાહ લો.

  • આજ કાલ કેરીને ઝડપથી પકાવવા માટે કેટલાક કેમિકલનો યુઝ થાય છે. તેથી  ઓર્ગેનિક કેરી હોય તો જ તેની  છાલનું સેવન કરો અથવા જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો અથવા થોડીવાર પાણીમાં બોળી રાખો બાદ કેરી અને તેની છાલનું સેવન કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.