Cause of Fat: વધતી સ્થૂળતાથી અનેક શારીરિક સમસ્યા વધે છે. કેટલીકવાર ડાયટિંગ અને વર્કઆઉટ મેદસ્વીતામાં અસર કરતું નથી તો વેઇટ ઘટાડતા પહેલા વજન વધવાના કારણો જાણી લો


આપ ડાયટ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યાં છો અને તેમ છતાં વજન વધી રહ્યું છે તેમજ  વર્કઆઉટ પણ કામ નથી કરી રહ્યું તો કેટલીક બાબતો પર આપને ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક ચૂકના કારણે પણ વેઇટ લોસ નથી થતું.



  1. ઊંઘનો અભાવ


આપને  જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી છે અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે કે જ્યારે તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવે તો તમારું શરીર ફૂલવા લાગે છે. આવી સ્થિતિમાં આપ વધુ મેદસ્વી દેખાવ છો.



  1. સારી રીતે ઊંઘ ન આવવી


પૂરતી ઊંઘ લેવી અને સારી ઊંઘ લેવી એ બે અલગ બાબતો છે. જો આપ  8 કલાક બેડ પર વિતાવો છો અને  ઊંઘ વચ્ચે તૂટી જાય છે, આખી રાત સપના આવે છે, તો આવી પરિસ્થિતિઓમાં તમારું શરીર પથારી પર પડેલું રહે છે પરંતુ મન શાંત થતું નથી. આ કારણે ઊંઘ પૂરી નથી થતી. પરિણામ એ આવે છે કે, પાચન તંત્ર બરાબર કામ કરતું નથી અને બીજા દિવસે શરીરમાં ભારેપણું અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે.



  1. પૂરતા કલાકો ન સૂવું


કેટલાક લોકોને લાગે છે કે આપણી ઊંઘ માત્ર 4 કલાકની ઊંઘથી પૂરી થાય છે અથવા તો 5 કલાકમાં પૂરી થાય છે. આવી સ્થિતિમાં,  શરીરને પૂરતી ઊંઘ ન મળવાના કારણે  માનસિક સ્ટ્રેસ વધે છે  પરંતુ જેમ જેમ ઉંમર વધે  છે તેમ તેમ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે જેના કારણે ચરબી વધી જાય છે. જેમ કે પાચનતંત્ર ધીમું પડવું.


શરીર પર થાય છે આ અસર



  • ઊંઘની ઉણપ, યોગ્ય પાચન અને મગજને સંપૂર્ણ આરામ ન મળવાની સ્થિતિમાં શરીરની આંતરિક સોજો વધી જાય છે. જેના કારણે ત્વચા ફૂલેલી દેખાવા લાગે છે.

  • જ્યારે ઊંઘ પૂરી ન થાય તો શરીર પર જમા થયેલ આવશ્યક ચરબી સ્નાયુઓ અને હાડકાંમાંથી છૂટી જાય છે અને સોજાને કારણે લટકવા લાગે છે. આના કારણે જ  શરીર  વધુ સથૂળ દેખાઇ  છે.

  • જ્યારે પાચન યોગ્ય રીતે ન થાય તો શરીરમાં ગેસ બનવા લાગે છે અને જો ઊંઘ પૂરી ન થાય તો શરીરના કોષોનું રિપેરિંગ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે ત્વચા નિર્જીવ અને નિસ્તેજ બની જાય છે અને શરીર ફૂલેલું દેખાય છે.


Disclaimer :અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો