Cheese Balls Recipe: સાંજે તમે તમારા બાળકો અથવા મોટા લોકોને કૈંક ટેસ્ટી નાસ્તો ખવડાવવા માંગો છો તો ચીઝ બોલની આ રેસિપી ટ્રાય કરી શકો છો. આ ખુબ જ સરળ રેસિપી છે. અને ખાવામાં પણ ખુબ જ ટેસ્ટી છે. તો જાણો ખુબ જ સરળ રીતે તૈયાર થનાર ચીઝ બોલની રેસિપી વિશે...


ચીઝ બોલ્સ માટેની સામગ્રી


બાફેલા બટાટા


ચીઝ


પનીર


મીઠું


કાળા મરી


આદુ


લસણ


લીલા મરચા


બ્રેડક્રમ્બ્સ 


કોર્ન ફ્લોર


તેલ


ચીઝ બોલ બનાવવાની રીત:


સૌથી પહેલા બાફેલા બટાટાને છોલી લો.તેમાં લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ કરો અને તેમાં ઉમેરો. ત્યારબાદ પનીર અને ચીઝને છીણી લો. અને આ બન્નેને સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં આદુ- લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો. સાથે જ મીઠું અને મરી પાઉડર નાખો ત્યારબાદ સારી રીતે બધું મિક્ષ કરો. હવે તેના નાના નાના બોલ બનાવી લો. ત્યારબાદ એક વાટકીમાં કોર્નફ્લોરમાં પાણી ઉમેરી સ્લરી બનાવી લો. તેમાં મીઠું અને મરી પાઉડર નાખો. આ સ્લરીમાં એક એક કરીને બોલને ડીપ કરો અને બહાર નીકાળી બ્રેડક્રમ્બ્સમાં રગદોળી લો. બધા બોલને આ રીતે જ તૈયાર કરી લો. ત્યારબાદ એક પેન લો તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તે બાદ બોલને તળી લો. બોલને તળતી વખતે ચમચાને વધારે ના ફેરવો કેમ કે તેનાથી બોલ તૂટી શકે છે. બધા જ બોલ તળાઈ જાય પછી તેને કેચઅપ સાથે સર્વ કરો


Breakfast Ideas: સવારમાં આ હેલ્ધી-ટેસ્ટી રેસિપી અજમાવો, બની જશે ઝટપટ



  1. સ્પ્રાઉટ્સ ચાટ


સ્પ્રાઉટ્સ ચાટ માટેની સામગ્રી


2 નાની વાટકી મગની દાળ (ફોતરાવાળી)


Reels


1 બટેટા (બાફેલા)


1 ડુંગળી (ઝીણી સમારેલી)


2 લીલા મરચા (બારીક સમારેલા)


1 ચમચી લીંબુનો રસ


1/2 ચમચી લાલ મરચું પાવડર


1 ચમચી કાળું મીઠું


સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત:


સૌ પ્રથમ મગની દાળને સારી રીતે ધોઈ લો અને તેને એક બાઉલમાં આખી રાત પલાળી રાખો. હવે એક બાઉલમાં ફણગાવેલી દાળ, સ્વીટ કોર્ન, બટેટાના ટુકડા અને ડુંગળી મિક્સ કરો.ત્યારબાદ લીલા મરચાં, લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને કાળું મીઠું સારી રીતે મિક્સ કરો.તો હવે તૈયાર છે સ્પ્રાઉટ્સ ચાટ.



  1. અજમાના પરાઠા


અજમાના પરાઠા માટેની સામગ્રી:


2 કપ ઘઉંનો લોટ


2 ચમચી અજમો


સ્વાદ મુજબ મીઠું


તળવા માટે ઘી


પાણી


અજમાના પરાઠા બનાવવાની રીત:


સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં ઘી અને પાણી નાખી નરમ કણક તૈયાર કરો. 10થી 15 મિનીટ તેને સાઈડમાં મુકી દો. ત્યારબાદ કણકમાંથી લોટ લઇ નાની રોટલી વણો. તેમાં 1 મોટી ચપટી અજમો અને 4થી 5 ટીપા તેલ લગાવી ત્રિકોણકાર પરાઠા વણી લો. પરાઠાને તવી પર મૂકી થોડું ઘી લગાવી બન્ને બાજુ હળવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લો. અને ચા સાથે ગરમાગરમ પરાઠાનો આનંદ માણો



  1. પૌઆ


પૌઆ બનાવવા સામગ્રી:


2 કપ પૌઆ


2 બટાકા (ઝીણા સમારેલા)


2 ડુંગળી (ઝીણી સમારેલી)


1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ


1/4 કપ મગફળી


1/4 ચમચી રાઈ


1/4 ચમચી હળદર પાવડર


1 ચમચી લીંબુનો રસ


સ્વાદ મુજબ મીઠું


પૌઆ બનાવવાની રીત:


સૌથી પહેલા પૌઆને બે વાર પાણીથી ધોઈ લો અને તેને ચાળણીમાંથી કાઢીને બાજુ પર રાખો.આ પછી કડાઈમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરવા માટે રાખો.હવે તેમાં બટાકા ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.શેકેલા બટાકાને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.હવે એ જ તેલમાં મગફળી નાખીને તળી લો.સીંગદાણા શેક્યા પછી તેને પ્લેટમાં કાઢી લો.બાકીના તેલમાં રાઈ નાખો. તડતડ થાય એટલે તેમાં ડુંગળી અને આદુ-લીલા મરચાંની પેસ્ટ નાખીને 2 મિનિટ માટે સાંતળો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમાં હળદર પાવડર અને મીઠું નાખો.આ પછી તેમાં પૌઆ, બટાકા અને મગફળી નાખીને ઢાંકીને 2 મિનિટ પકાવો. ત્યારબાદ તેમાં લીલા ધાણા નાંખો અને ગેસ બંધ કરી દો.તૈયાર છે ગરમા ગરમ પૌઆ..



  1. ફ્રેન્ચ ટોસ્ટ


ફ્રેન્ચ ટોસ્ટ માટેની સામગ્રી


3 ઇંડા


2 ચમચી ગરમ મધ


1/4 ચમચી મીઠું


2 બ્રેડ


4 ચમચી માખણ


કાપેલા ફળો (કેરી, સ્ટ્રોબેરી)


ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રીત:


એક બાઉલ લો તેમાં ઇંડા, મધ, મીઠું ઉમેરો અને તેને મિક્ષ કરો. ત્યારબાદ આ મિશ્રણને ઓવનમાં 30 સેકન્ડ સુધી પકવવા દો. જે બાદ આ મિશ્રણમાં બ્રેડને લગભગ 30 સેકન્ડ સુધી ડુબાડી રાખો.હવે ઠંડા વાસણમાં મિશ્રણમાં ડૂબેલી બ્રેડને બહાર કાઢો. આ બ્રેડને 2-3 મિનિટ ઠંડી થવા દો. હવે પેનને થોડું ગરમ કરો અને તેના પર થોડું બટર નાખો. બ્રેડની 2 સ્લાઈસ બ્રાઉન થાય ત્યાં સુધી તવા પર રાખો. હવે તેને પ્લેટમાં કાઢી, ઉપર થોડું મધ નાખો, સમારેલા ફળો ઉમેરો અને સર્વ કરો.



  1. પાલક કટલેસ


પાલક કટલેસ માટેની સામગ્રી:


150 પાલક


1 સમારેલુ ટામેટુ


1 સમારેલી ડુંગળી


1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ


અડધી ચમચી જીરું


1 ચમચી આદુની પેસ્ટ


1 ટીસ્પૂન ચાટ મસાલો


અડધી વાટકી કોથમીર


3 ચમચી ચોખાનો લોટ


1 વાટકી ચણાનો લોટ


1 ચમચી ખાવાનો સોડા


તેલ


પાણી


પાલક કટલેસ બનાવવાની રીતઃ


150 ગ્રામ પાલકને સારી રીતે ધોઈને તેને ઝીણી સમારી લો.હવે તેમાં સમારેલા ટામેટા, મરચા, ચીલી ફ્લેક્ષ, જીરું, આદુની પેસ્ટ, ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્ષ કરો. હવે તેમાં એક વાટકી ચણાનો લોટ નાખો. તેમાં પાણી નાખી મિક્ષ કરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. સાથે જ એક ચમચી બેકિંગ સોડા નાખો. હવે તમારું બેટર તૈયાર છે. હવે પેનમાં એક ચમચી તેલ નાખો તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં બે ચમચા બેટર નાખી પેન પર ઢાંકણું ઢાંકી દો. થોડું શેકાઈ જાય ત્યારબાદ તેને બીજી સાઈડ પલટી દો. સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને કોથમીરની ચટણી અને દહીં સાથે સર્વ કરો.