Cucumber Lassi Recipe: લસ્સીની આ રેસીપી ઉનાળામાં તમારી તરસ તો છીપાવશે જ પરંતુ શરીરને પણ ઠંડુ રાખશે. ખાસ વાત એ છે કે આ લસ્સી ટેસ્ટી હોવા ઉપરાંત ઝડપથી તૈયાર પણ કરી શકાય છે.


હાલમાં દિવસેને દિવસે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. આકરો તડકો લોકોને હવે અકળાવી રહ્યો છે ત્યારે આવી આકરી ગરમીથી બચવા માટે આજે અમે તમારા માટે એક હેલ્દી ડ્રિંક લઈને આવ્યા છીએ. જો તમે પણ આ વર્ષની શરૂઆતથી જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માંગતા હોવ તો લસ્સીનો બીજો ટેસ્ટી વિકલ્પ કાકડી લસ્સી અજમાવો. લસ્સીની આ રેસીપી ઉનાળામાં તમારી તરસ તો છીપાવશે જ પરંતુ શરીરને ઠંડુ પણ રાખશે. ખાસ વાત એ છે કે આ લસ્સી ટેસ્ટી હોવા ઉપરાંત ઝડપથી તૈયાર પણ થાય છે. તો ચાલો ઝટપટ નોંધી લો તેની રેસિપી.. અને આકરા ઉનાળામાં ગરમીથી રક્ષણ મેળવો


કાકડીની લસ્સી બનાવવા માટેની સામગ્રી-



  • -1 કપ દહીં

  • -1 ચમચી આદુ ઝીણું સમારેલું

  • -1 કાકડી

  • -1/2 કપ બરફના ટુકડા

  • કાળું મીઠું જરૂર મુજબ

  • -1 મુઠ્ઠી કોથમીર

  • કાળા મરી સ્વાદ મુજબ

  •  


કાકડીની લસ્સી બનાવવાની આસાન રીત-


કાકડીની લસ્સી બનાવવા માટે સૌપ્રથમ કોથમીર, કાકડી અને આદુને ધોઈને ઝીણા સમારી લો અને પછી મિક્સીમાં ક્રશ કરી લો. આ પછી બ્લેન્ડરમાં દહીંની સાથે બરફના ટુકડા નાંખો અને તેને બેથી ત્રણ વાર સારી રીતે હલાવો. આ લસ્સી ફીણવાળી બની જશે. હવે આ તબક્કે લસ્સીમાં પહેલેથી જ બ્લેન્ડ કરેલી કોથમીરની પેસ્ટ મિક્સ કરો, ફરી એકવાર બ્લેન્ડ કરો અને ઠંડુ કરીને સર્વ કરો.


કાકડી લસ્સીના ફાયદા-



  • કાકડીની લસ્સીમાં ઉમેરવામાં આવતા દહીંમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.  જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે.

  • કાકડી અને દહીં બંનેની ઠંડકની અસરને કારણે તે ગરમીની અસરથી રક્ષણ આપે છે.

  • આ લસ્સીનું નિયમિત સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે.

  • કાકડીની લસ્સી પીવાથી ભૂખ જલ્દી નથી લાગતી, જે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.


Caffiene For Health: એનર્જી બૂસ્ટર કોફીનું સેવન આ લોકો ભૂલથી પણ ન કરવું, થશે આ નુકસાન  


ચા અને કોફીમાં જોવા મળતું કેફીન તણાવ ઘટાડે છે, આરામ આપે છે અને એક્ટિવ રાખે  છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.
થાક લાગે ત્યારે ચા કે કોફી પીવાની તીવ્ર ઈચ્છા થવી સામાન્ય છે. ખરેખર, ચા કે કોફીમાં કેફીન હોય છે.  જે માથાનો દુખાવો, થાક અને ઉર્જાનો અભાવ મટાડે છે અને ત્વરિત ઉર્જા આપે છે. વાસ્તવમાં, ચા અને કોફીમાં જોવા મળતું કેફીન મનમાંથી તણાવ દૂર કરે છે, તેને આરામ આપે છે અને સક્રિય કરે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.


કેફીના ફાયદા
એક વ્યક્તિ એક દિવસમાં 400 એમજી કેફીનની જરૂરત હોય છે. કેફિન થકાવટ, ભૂખ,નબળાઇના લક્ષણોને દૂર કરે છે. કેફિન યુક્ત પીણું કે ફૂડ લેવાથી તે બ્લડમાં મિક્સ થઇ જાય છે અને મગજની થકાવટને દૂર કરીને એક્ટિવ કરી દે છે. તેનાથી કમજોરી અને ભૂખ મહેસૂસ નથી થતી અને વ્યક્તિ તરોતાજા મહેસૂસ કરે છે. કેફીન કોકોના પ્લાન્ટમાં મળનાર સ્ટીમૂલેન્ટ છે. જે નર્વસ સિસ્ટમને ન્યૂરોટ્રાસમીટરને બ્લોક કરે છે. જે આપને થકાવટ અને ભૂખ મહેસૂસ કરાવે છે. કેફિનની ખાસિયત એ છે કે, તેના સેવનથી શરીરમાં ખુશી અને ઉતેજના મહેસૂસ કરાવતા ડોપામાઇન અને એડ્રેનેલિન હોર્મોન એક્ટિવ થાય છે. તેનાથી વ્ય્કિત ખુદને તરોતાજા મહેસૂસ કરે છે. 



કેફીનના વધુ પડતા સેવનના ગેરફાયદા
મોટાભાગના લોકો ચા અને કોફી દ્વારા કેફીનનું સેવન કરે છે. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, કોલ્ડ કોફી, ચોકલેટ  વગેરે દ્રારા પણ કેફીન લે છે.
 
જો જોવામાં આવે તો કોફીની સરખામણીમાં ચામાં કેફીન ઓછું હોય છે. એક કપ કોફીમાં ત્રણ ચા જેટલી કેફીન હોય છે, તેથી જો તમે દિવસમાં ત્રણ ચા અથવા એક કપ કોફી પીઓ છો, તો તમે યોગ્ય માત્રામાં કેફીનનો ઉપયોગ કરી શકશો. આના કરતાં વધુ કેફીનનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.
 
જો કેફીન લિમિટ કરતા વધારે લેવામાં આવે તો વધુ પેશાબ આવે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.
વધુ પડતા કેફીનનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે.
આ લોકોએ કેફીનનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા જેઓ હાઈ બીપીથી પીડાતા હોય તેમણે વધુ પડતું કેફીન ન લેવું જોઈએ.સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધારે પ્રમાણમાં કેફીનનું સેવન ન કરવું જોઈએ.જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય અથવા ગેસ્ટ્રોની સમસ્યા હોય, તેઓએ કેફીનનું સેવન ન  કરવું જોઈએ.