એન્ટીબાયોટીક દવાઓના વધુ પડતા ઉપયોગની અસર દેખાવા લાગી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વાયરસ સતત એન્ટિબાયોટિક સામે પ્રતિકાર ક્ષમતા વિકસાવી રહ્યા છે. આ દવાઓ આ વાયરસને ખત્મ કરવામાં સક્ષમ રહી નથી. આ રોગને સારવાર માટે વધુ મુશ્કેલ બનાવી શકે છે અને રોગના ફેલાવા અને મૃત્યુનું જોખમ વધારી શકે છે.


ICMR અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રક્ત ચેપ અથવા બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન (BSIs) માટે જવાબદાર બે મુખ્ય વાયરસ Klebsiella pneumoniae અને Acinetobacter baumannii ICU દર્દીઓમાં એન્ટિબાયોટિક ઇમિપેનેમ સામે પ્રતિરોધક હોવાનું જણાયું છે. આ હોસ્પિટલમાં થનાર સૌથી સામાન્ય ચેપ છે.


આ સિવાય અન્ય બે જંતુઓ સ્ટૈફિલોકોકસ આરીયસ અને એન્ટરકોકસ ફેસિયમ ક્રમશઃ એન્ટીબાયોટીક્સ દવાઓ આક્સાસિલિન અને વેનકોમાઇસિન સામે પ્રતિરોધક જોવા મળ્યા છે. ICMR વાર્ષિક રિપોર્ટ 2023 મુજબ, એસિનેટોબેક્ટર બેક્ટેરિયા ન્યૂમોનિયા માટે જવાબદાર રોગકારક છે.


39 હોસ્પિટલોમાંથી લેવામાં આવ્યા રિપોર્ટ


આ રિપોર્ટમાં ભારતની 39 હોસ્પિટલોમાંથી જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી સામે આવેલી બીએસઆઇ, યુટીઆઇ અને ન્યૂમોનિયાના એ તમામ કેસોની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે જેમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હતી. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અભ્યાસનું નેતૃત્વ કરનારી ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયાએ કહ્યું હતું કે આ રિપોર્ટમાં સામેલ હોસ્પિટલ આઇસીએમઆરના એએમઆર નેટવર્કનો હિસ્સો છે.


ડો. વાલિયાએ જણાવ્યું હતું કે, યુટીઆઈ માટે જવાબદાર સૂક્ષ્મજંતુઓ ઈ. કોલાઇ, ક્લેબસિએલા ન્યુમોનિયા અને એસિનેટોબેક્ટર બાઉમાનીમાં એન્ટિબાયોટિક્સ કાર્બાપેનેમ, ફ્લોરોક્વિનોલોન્સ અને સેફલોસ્પોરિન સામે પ્રતિકારનો ઊંચો દર જોવા મળ્યો હતો. આ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઇ. કોલાઇ બેક્ટેરિયા દ્વારા થતા રક્ત ચેપની સારવાર માટે થાય છે. ડો. વાલિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં એસિનેટોબેક્ટર બાઉમનીમાં કાર્બાપેનેમ સામે 88 ટકા પ્રતિકાર નોંધવામાં આવ્યો હતો.                                                                             


કેળા જ નહિ પરંતુ તેની છાલ પણ છે ગુણોનો ભંડાર, જાણો સેવનથી શું થાય છે ફાયદા