Eye Care:હાલ દિલ્લીથી લઇને ગુજરાત સુધી આંખમાં ઇન્ફેકશનના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ચોમાસામાં વધતી જતી આ બીમારીથી બચવા શું કરવું જાણીએ
ચોમાસાની સિઝનમાં આંખમાં ચેપ લાગવો એક સામાન્ય સમસ્યા છે. આ એક વાયરસથી ફેલાતી બીમારી છે. જેમાં આંખમાં ખંજવાળ આવે છે. બાદ આંખોમાં સોજો આવી જાય છે. ક્યારેક તેમાં બળતરા પણ થાય છે. આંખના ચેપની આ સમસ્યામાં ડોક્ટર આઇ ડ્રોપ નાખવાની સલાહ આપે છે તેમજ એન્ટીબાયોટિક્સ પણ આપે છે.
આ બીમારી થયા બાદ એન્ટીબાયોટિક્સ પ્રિવેન્ટિંવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જો આંખના આ ચેપની સાથે તાવ અને ફ્લૂના લક્ષણો પણ જોવા મળતા હોય તો દર્દીને ઓરલ એન્ટીબાયટિક્સ આપવામાં આવે છે.
આ રોગ વાયરલ ઇન્ફેકશનથી થાય છે અને આ રોગ ખૂબ જ ચેપી હોવાથી એકબીજાને તરત જ લાગી જાય છે. આ કારણે ચેપી દર્દીને અન્ય ફેમિલી મેમ્બરથી દૂર રાખવામાં આવે છે.
બચાવ માટે શું કરશો
કંજેક્ટિવાઇટિસથી બચવા માટેનો કારગર ઉપાય હાઇજીન લાઇફસ્ટાઇલ છે. હાઇજીન બનાવી રાખવું જરૂરી છે. આ વાયરસથી બચવા માટે હાથને વારંવાર વોશ કરો અથવા તો સેનેટાઇઝ કરતા રહો. ક્યાંર પણ સ્પર્શ કર્યાં બાદ આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. જે દર્દીના આંખમાં ઇન્ફેકશન હોય તેને આઇસોલેટ થઇ જવું જોઇએ. આ સમયે લેન્સનો ઉપયોગ ન કરવો. પબ્લિક પાર્ટીમાં જવાનું ટાળો.
કંજક્ટિવાઇટિસના દર્દીએ શું ધ્યાન રાખવું
- કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવાનું ટાળો
- રૂમાલ, ટુવાલ વગેરે કોઇનો યુઝ કરલો યુઝ ન કરો
- આંખના ઇન્ફેકશનથી પીડિત દર્દીઓથી અંતર રાખો
- જો તમારા ઘરના કોઈને આ સમસ્યા હોય તો હાથ વોશ કરતા રહો અથવા સેનેટાઇઝ કરતા રહો
- સ્વિમિંગ કરવાનું ટાળો
- ધૂળ રજકરણથી બચવા અને સૂર્યના કિરણોથી બચવા માટે સનગ્લાસ પહેરો
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો