Health Benefits of Dry Dates: સુકા ફળોની યાદીમાં ખારેકને ભાગ્યે જ પસંદ કરવામાં આવે છે. ખારેકનું નામ ભલે લોકપ્રિય લિસ્ટમાં ટોપ પર ન હોય પરંતુ પોષકતત્વોની બાબતમાં ખારેક પણ ઓછી નથી. ડ્રાય ફ્રૂટ્સ ફાયદાઓથી ભરપૂર છે. પરંતુ કાજુ, બદામ અને કિસમિસ ડ્રાય ફ્રૂટ્સમાં બધાના ફેવરિટ હોય છે. ડ્રાયફ્રુટ્સની યાદીમાં ખારેકને સૌથી ઓછી પસંદ કરવામાં આવે છે. લોકપ્રિય યાદીમાં ખારેકનું નામ ભલે ટોચ પર ન હોય પરંતુ પોષકતત્વોની બાબતમાં ખારેક કોઈથી ઓછી નથી. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખારેક ખાવાના ઘણા ફાયદા છે. તે એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. જો તમારા શરીર પર સોજા આવે છે તો તમારે દરરોજ બે ખારેક ખાવી જોઈએ. આવો જાણીએ ખારેકના અનેક ફાયદાઓ વિશે..
કેન્સરનું જોખમ ઘટાડે છે
કેન્સરનું જોખમ ઓછું કરવા માટે રોજ ખારેક ખાવી જોઈએ. રોજ એક ખારેક ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. આ ખાવાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે.
હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે ખારેક જરૂર ખાવી જોઈએ. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડી શકે છે. જો તમને સૂકી ખારેક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે તો તમે તેને પલાળીને ખાઈ શકો છો.
વજન ઘટાડવામાં મદદ કરે છે
જો તમે વધુ પડતી ખાંડનો ઉપયોગ કરો છો તો તમે તેમાં બદલાવ કરી શકો છો. ખારેકના બીજ કાઢીને મિક્સરમાં સારી રીતે પીસી લો. તમે તેનો ઉપયોગ ચા અને મીઠી વાનગીઓમાં કરી શકો છો.
પાચન તંત્ર સુધારે છે
જો તમારા પેટમાં વારંવાર દુખાવો થતો હોય અથવા લૂઝ મોશનની ફરિયાદ રહેતી હોય તો તમારે ડાયટમાં ખારેકનો સમાવેશ કરવો જોઈએ. તેમાં એન્ટિડાયરિયા હોય છે. જે ડાયેરિયા રોકવામાં મદદરૂપ છે.