Health Tips:પેટમાં વધારે ગેસ બનતી  હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.


જો પેટમાં વધુ ગેસ હોય તો અપચો, એસિડિટી જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, આપણે આપણા આહારમાં મસાલેદાર વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ. આ દરમિયાન હળવા આહારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પેટમાં વધારાની ગેસ બનવાની સમસ્યા દૂર થઈ શકે છે. બીજી તરફ, જો પેટમાં વધુ ગેસ છે, તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વધુ ગેસ ન બને. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી પેટમાં ગેસ નથી થતો.


કેળું જરૂર ખાઓ
 પેટમાં ગેસની સમસ્યા હોય તો કેળું ખાઓ. કેળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય કેળામાં ફાઈબર હોય છે જે એસિડિટીને નિયંત્રિત કરવામાં અસરકારક છે.


નારિયેળ પાણી પીવો
 જો પેટમાં ગેસની સમસ્યા હોય તો સવારે ચાને બદલે નારિયેળ પાણી લો. નારિયેળ પાણીના સેવનથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. આપને  જણાવી દઈએ કે,  નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે                                                  


સલાડમાં કાકડી ખાઓ
 પેટમાં ગેસ બનવાની સમસ્યાથી રાહત મેળવવા માટે કાકડી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાકડી પેટને ઠંડક આપે છે અને બળતરાને ઓછી કરે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો