Health Tips:હૃદય શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કોઇપણ સમસ્યા મહામુશ્કેલી નોતરી શકે છે.હૃદય સંબંધિત કોઇ સમસ્યા કે હાર્ટ બ્લોકેઝમાં આપ હવે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો.
હૃદયને સ્વસ્થ રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. આજની અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે લોકો વિવિધ પ્રકારની હૃદયની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આજના યુગમાં યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અને તેનું સૌથી મોટું કારણ હૃદયની ચેતાઓમાં બ્લોકેજ છે. જેને હાર્ટ બ્લોકેજ તરીકે ઓળખવામાં આવે છે. તેને એટ્રિઓવેન્ટ્રિક્યુલર બ્લોક અથવા કંડક્શ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આ સમસ્યા થાય છે, ત્યારે તેને સૌથી પહેલા સંકેત મળવા લાગે છે. હાર્ટ બ્લોકેજના કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. જાણીએ શું છે આ લક્ષણો
છાતીમાં દુખાવો
છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકની નસ બ્લોકનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય છે, ત્યારે તેને સૌથી પહેલા છાતીમાં દુખાવો થાય છે, તેથી છાતીના દુખાવાની અવગણના ન કરવી જોઈએ.
ચક્કર આવવા
જો તમને વારંવાર ચક્કર આવતા રહે છે, તો આ સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ચક્કર આવવાનું કારણ હૃદયની સમસ્યાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જો તમને ચક્કર આવ્યા પછી બેહોશ થઈ જાય તો સમજવું કે હૃદયની નસ બંધ થઈ ગઈ છે.
કામ કર્યા વિના થાક
જો તમે ખૂબ જ ઓછું કામ કરવા છતાં પણ થાક લાગે છે. તો તે હૃદયની નસ બ્લોક થવાનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે ત્યારે તમારે સખત થાકમાંથી પસાર થવું પડે છે. આરામ કર્યા પછી પણ તમને થાક લાગે છે.
ઉબકા-ઉલ્ટી
ઉબકા-ઉલ્ટી પણ હાર્ટ બ્લોકનું લક્ષણ હોઈ શકે છે. ઘણા લોકો ઉબકા આવવાની સમસ્યાને સામાન્ય માને છે અને તેની અવગણના કરે છે.
શ્વાસ લેવામાં તકલીફ
હૃદયની નસ બ્લોક થઈ જાય ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. જો હ્રદયમાં સહેજ પણ ગરબડ હોય તો તમારે આવા લક્ષણોનો અનુભવ કરવો પડી શકે છે.
અનિયમિત ધબકારા
અનિયમિત ધબકારા, ધબકારા વધી જવા એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. હાર્ટ બ્લોકેજને કારણે તમે અનિયમિત ધબકારા જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો, પરંતુ આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે બ્લોકેજ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો