મોમોસ સાથે આપણે મેયોનિઝ ખૂબ મજા માણીને ખાઈએ છીએ કારણ કે આપણને લાગે છે કે આતો ઓઇલ ફ્રી વાનગી છે. તેને ખાવાથી શરીરને કોઈ નુકશાન થતું નથી પરંતુ શું તમે જાણો છો મેયોનિઝ ખાવાથી શરીરને કેટલું નુકશાન થાય છે? મોમોસ સાથે ખૂબ આરામથી મેયોનિઝ ખાવા વાળા લોકોને આ સમાચાર દુખી કરી શકે છે. જો તમારી પણ આવી આદત છે તો આજે જ તેને છોડી દો. 


મેયોનિઝનો વધારે પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે
સેન્ડવીચ અને પીઝામાં મેયોનિઝ નાખીને ખાવું સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. તમારી આ આદત ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જો તમને પણ મેયોનિઝ ખાવાની ખરાબ આદત છે તો તમને ઘણી બીમારી જેમકે હાઇ બીપી, સ્થૂળતા, લીવરની મુશ્કેલીઓ થઈ શકે છે.  


તમને જાણીને આશ્ચર્ય થસે કે જે મેયોનિઝ ને આપણે ઓઇલ ફ્રી માણીએ છીએ તેમાં કેટલાક રિપોર્ટનું માણીએ તો 1 ચમચી મેયોનિઝમાં લગભગ 1.6 ગ્રામ જેટલું સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. આ સિવાય તે શરીરમાં ચરબી વધારે છે. તેથી, જો તમને પહેલાથી જ હૃદય રોગનું જોખમ છે.


મેયોનિઝ ખાવાથી થતાં નુકશાન


હાઈ બીપી
મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં મેયોનિઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની વધુ માત્રા હાઈ બીપીની સમસ્યાનું કારણ બની શકે છે. એટલું જ નહીં, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. તેથી,તેને મર્યાદામાં ખાવું વધુ સારું છે.


વજન વધવાનો ડર રહે છે
જો તમે મેયોનીઝ વધારે ખાઓ છો તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મેયોનિઝમાં કેલરીની માત્રા ખૂબ વધારે હોય છે. વધારાની કેલરી ભેગી થવાને કારણે વજન પણ ઝડપથી વધે છે. મેયોનેઝમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.


બ્લડ સુગરની સમસ્યા
વધુ પડતું મેયોનીઝ ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. આનાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. શરીરમાં બ્લડ શુગરની સમસ્યાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો મેયોનીઝ ન ખાઓ.


હૃદય રોગનું જોખમ
હૃદયરોગની સ્થિતિમાં ભૂલથી પણ મેયોનેઝ ન ખાઓ. અહેવાલો અનુસાર, એક ચમચી મેયોનેઝમાં 1.6 ગ્રામ સંતૃપ્ત ચરબી હોય છે. જેના કારણે હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે શરીરમાં વજન વધવા લાગે છે ત્યારે હૃદય રોગનો ખતરો પણ વધી જાય છે.


સંધિવાની સમસ્યા 
મેયોનીઝ વધારે ખાવાથી સંધિવાનું જોખમ વધી જાય છે. કારણ કે મેયોનીઝમાં ભરપૂર માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.