મોમોઝ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
આજે ફાસ્ટ ફૂડનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. મોટાભાગની વ્યક્તિને ફાસ્ટ ફૂડની લત હોય છે. જેમાં મોમોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલ માર્કેટમાં મોમોજની ડિમાન્ડ વધી રહી છે. મોમોઝ ભારતના ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે મોમોજનું સેવન આપના માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
મોમોજ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સિવાય તમે તમારા ઘરે પણ સરળતાથી મોમો બનાવી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના મોમો મળે છે જેમ કે વેજ મોમોજ, પનીર મોમો, સોયાબીન મોમોજ, નોન-વેજ મોમોજ, તેને તમે તેલમાં બાફી કે તળીને પણ ખાઈ શકો છો.
થઇ શકે નુકસાન
મોમોજ ખૂબ જ મજેદાર ચટણી સાથે લઇ શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ લાંબા સમયે નુકસાનકારક સાબિત થાય છે અને બીમારીનું કારણ બની શકે છે.
લાલ મરચું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. જો કે લાલ મરચું ત્યારે જ ફાયદાકારક છે. જ્યારે તેમાં કંઇ મિક્સ ન કર્યું હોય,. બજારમાં આવતું લાલ મરચું ખૂબ જ ખરાબ ગુણવત્તાવાળું હોય છે. જેનાથી પાઇલ્સનું જોખમ ઉંભુ થાય છે.ઉપરાંત મોમોજમાં મોનો-સોડિયમ ગ્લૂટામેટ મિકસ કરવામાં આવે છે. જે સફેદ ક્રિસ્ટલ પાવડરની જેવો હોય છે. જે મેદસ્વીતા વધારે છે અને નર્વસનેસ સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરે છે.