Brain Tumor : વારંવાર માથાના દુખાવાને ભૂલથી પણ અવગણવાની ભૂલ ન કરો. આ મગજની ગાંઠની નિશાની હોઈ શકે છે. આંકડા મુજબ, દર વર્ષે લગભગ 2.5 લાખ લોકો બ્રેઇન ટ્યુમરની ગાંઠને કારણે મૃત્યુ પામે છે. માત્ર વર્ષ 2020માં જ આ બીમારીએ 2.46 લાખ લોકોનો જીવ લીધો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, કેટલીકવાર ટ્યૂમર એટલી ધીમેથી વધે છે કે તેના લક્ષણો દેખાતા નથી. તેથી તે વધુ ખતરનાક બની શકે છે. જો માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.
મગજની ગાંઠ શું છે
બ્રેઇન ટ્યુમરમાં ની આસપાસના કોષો અનિયંત્રિત રીતે વધે છે, જે કેન્સર બની જાય છે. અભ્યાસ મુજબ, મગજમાં 120 થી વધુ પ્રકારની ગાંઠો બની શકે છે. જો પરિવારમાં કોઈને બ્રેઈન ટ્યુમર હોય તો સાવચેતી રાખવાની જરૂર છે. આ સિવાય પ્લાસ્ટિક અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય જીવનશૈલી અને આહારમાં ગરબડ અને વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે પણ સમસ્યાઓ વધી શકે છે.
માથાના દુખાવાની અવગણના ન કરો
ડોક્ટર્સનું કહેવું છે કે, બ્રેઈન ટ્યૂમરને કારણે તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી સામાન્ય લક્ષણ માથાનો દુખાવો છે, જે સવારે વધે છે અથવા વારંવાર ચાલુ રહે છે. જો આવું થાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તેને અવગણવું ખતરનાક બની શકે છે.
બ્રેઇન ટ્યુમરના લક્ષણો
માથામાં વારંવાર દુખાવો
ઉબકા અને ઉલટીની લાગણી
આંખની સમસ્યાઓ, જેમ કે અસ્પષ્ટ દ્રષ્ટિ
હાથ અથવા પગમાં ઝણઝણાટી થવી
શારીરિક અસંતુલન અને બોલવામાં મુશ્કેલી
સમય જતાં મેમરી સમસ્યાઓ
વારંવાર ચક્કર આવવું
બ્રેઇન ટ્યુમર બધા જ કેન્સર નથી હોતા
હેલ્થ એક્સપર્ટના મતે એવું જરૂરી નથી કે બ્રેઈન ટ્યુમરના તમામ કેસ કેન્સરના જ હોય. સમયસર સારવાર મેળવીને તેનું જોખમ ઘટાડી શકાય છે. જો તમે મોટી ઉંમરના છો અથવા મેદસ્વી છો અથવા કોઈપણ રસાયણોના વધુ સંપર્કમાં છો તો સાવધાન રહેવાની જરૂર છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો