Health tips:લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે પોઝિશનમાં ઊંઘવાનું કમ્ફર્ટ લાગે તે પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.


લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોઇ લઇ જઇ શકે છે.


લોકોની સૂવાની આદત અલગ-અલગ હોય છે અને જેને જે  પોઝિશનમાં ઊંઘવાનું  કમ્ફર્ટ લાગે તે  પોઝીશનમાં ઊંઘવાનું પસંદ કરે છે. જો કે કેટલીક ખોટી રીતે ઊંઘવાની આદત આપને ભયંકર બીમારી સુધી દોરી  લઇ જઇ શકે છે. મોટાભાગના લોકો લાઇટ ઓફ કરીને અંધારામાં જ ઊંઘવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ચાલુ લાઇટે જ ઉંઘી જાય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.


લાઇટમાં ઊંઘવાથી થાય આ બીમારી


આપણા હૃદયના ધબકારા દિવસ દરમિયાન વધુ હોય છે અને સામાન્ય રીતે રાત્રે લો થઇ  જાય છે. પરંતુ જ્યારે સંશોધનમાં જાણવા મળ્યું કે, જે  લોકો લાઇટમાં  સૂતા હતા ત્યારે તેમના હૃદયના ધબકારા રાત્રે પણ વધુ જોવા મળ્યા હતા. આ સ્થિતિ મોતનું જોખમ વધારે છે.  રાત્રે આપણું મગજ શરીરને રિપેર કરવામાં વ્યસ્ત રહે છે, તેથી હૃદયના ધબકારા ઘટી જાય છે.આવા લોકોનું જ્યારે સવારે બ્લડ શુગર  માપવામાં આવ્યું તો


  વધુ આવ્યું હતું. જે ટાઇપ-2 ડાયાબિટીસ તરફ દોરી જાય છે.


વજન પણ વધી શકે છે


અગાઉના એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, રાત્રે સૂતી વખતે કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરવાથી તમે જાડા થઈ શકો છો. તેનાથી વજન વધવાનું જોખમ વધી જાય છે.


સૂતી વખતે રાત્રે  લાઇટ ઓછી કરવાની ટિપ્સ


બેડને લાઇટથી દૂર રાખો, ડાર્ક અને આંખોને ખૂંચે તેવા કલરનના નાઇટ લેમ્પ ન વાપરવા જોઇએ તેમજ જો લાઇટ બંધ કરવી શકય ન હોય તો બેડને લાઇટથી દૂર રાખો અને આંખો પર માસ્કનો ઉપયોગ કરો જેથી આંખો પર લાઇટના પ્રકાશ ન આવે.


Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.