Health Alert: ડુંગળી અને લસણને ઊંચા તાપમાને રાંધવાથી હાનિકારક ટ્રાન્સ ફેટી એસિડ્સ ઉત્પન્ન થાય છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે. અભ્યાસ અનુસાર, સલ્ફરથી ભરપૂર શાકભાજી અને વધુ ગરમીમાં કૂક કરવાનું ટાળો. હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય તેલ અને તાપમાનનો ઉપયોગ કરો.


ડુંગળી અને લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ શરીરને અનેક રીતે ફાયદો કરે છે. તાજેતરમાં જાપાનમાં થયેલા એક અભ્યાસમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. અભ્યાસો દર્શાવે છે કે જો ડુંગળી અને લસણને ઊંચા તાપમાને રાંધવામાં આવે તો હાનિકારક ટ્રાન્સ ફેટી એસિડ્સ (TFAs) ઉત્પન્ન થાય છે. ટ્રાન્સ ફેટી એસિડ હૃદય માટે જોખમી છે. જાણો કેવી રીતે ઊંચા તાપમાને ડુંગળી-લસણ રાંધવાથી હૃદયરોગનું જોખમ વધે છે.


ઉચ્ચ તાપમાન ફેટી એસિડની રચનાનું કારણ બને છે


જ્યારે ડુંગળી અને લસણને વનસ્પતિ તેલમાં રાંધવામાં આવે છે, ત્યારે કોઈ હાનિકારક તત્વો ઉત્પન્ન થતા નથી. જ્યારે તેલનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચે છે ત્યારે ખતરો વધી જાય છે. ટ્રાન્સ-આઇસોમરાઇઝેશન નામની પ્રક્રિયામાંથી પસાર થવાથી, ટ્રાન્સ ચરબી ઉત્પન્ન થાય છે જે તમારા ખોરાકને શરીર માટે હાનિકારક બનાવે છે.


ડુંગળીના આ તત્વને કારણે ખતરો વધી જાય છે


મેઝો યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, કૂક કરતા  લસણ અને ડુંગળી સહિત તે તમામ શાકભાજીમાંથી ટ્રાન્સ ફેટી એસિડ ઉત્પન્ન થશે જેમાં સલ્ફર હોય છે. સલ્ફર ધરાવતા સંયોજનો ટ્રાન્સ ફેટી એસિડ બનાવવામાં મદદ કરે છે. અભ્યાસમાં આઇસોથિયોસાયનેટ્સ અને પોલિસલ્ફાઇડ્સના ટ્રાયસીલગ્લિસેરોલ્સ પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વનસ્પતિ તેલમાં ટ્રાયસીલગ્લિસેરોલ્સ મુખ્ય ઘટક છે.


હૃદય રોગનું જોખમ


ટ્રાન્સ ફેટી એસિડ હૃદયની ધમનીઓમાં જમા થાય છે. જેના કારણે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે અને વ્યક્તિને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ તો ડુંગળી અને લસણને ઊંચા તાપમાને રાંધવાનું ટાળો. નાળિયેર, એવોકાડો તેલ, સોયાબીન તેલ વગેરેનો ઉપયોગ કરો.જો ડુંગળી અને લસણને તેલમાં સાંતળા જ હોય તો  ક્યારેય યુઝ કરેલા ઓઇલનો ઉપયોગ ન કરો. ડુંગળી લસણ સાંતળવા માટે  હંમેશા તાજા તેલનો ઉપયોગ કરવો જે ઓછું નુકસાન કરશે.