Curry Leaves Benefits: મીઠા લીમડાના પાન વ્યંજનમાં  સ્વાદ અને સુગંધ ઉમેરે છે, જો કે તે તમારી વજન ઘટાડવાના પ્રયાસને પણ  સરળ બનાવી શકે છે. ચાલો જાણીએ કે તેને આહારમાં કેવી રીતે સામેલ કરવાથી તેના વધુ લાભ લઇ શકાય.


દક્ષિણ ભારતીય વાનગીઓમાં વપરાતા મીઠા લીમડાના પાન આજે દરેક પ્રદેશમાં યુઝ થાય છે.  તે ભારતીય રસોડાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે.તે ફૂડને ટેમ્પર થતાં જ તેને એક અલગ જ સ્વાદ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાદની સાથે તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો મળી આવે છે.સૌથી સારી વાત એ છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તેનું સેવન કરવાથી તમારી વજન ઘટાડવાની યાત્રા સરળ થઈ શકે છે જાણીએ કઇ રીતે?


વજન ઘટાડવામાં ફાયદાકારક


શરીરનું વજન ઓછું કરવા માટે તમે લીમડાના પાનનું જ્યૂસ પણ પી શકો છો.જો તમે ખાલી લીમડાના પાનનુ જ્યુસ પીવો છો તો  તેમાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે ઓવર ઇટિંગથી બચો છોય તેના ગુણધર્મો વધારાની ચરબી અને વિષેલ પદાર્થને શરીરમાંથી  દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે જેથી કેલરી બર્ન થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.


લીમડામાં હાજર આલ્કલોઇડ્સ એન્ટીઓબેસિટી અને લિપિડ-ઘટાડવાની અસર ધરાવે છે. આમ,  આ પાનનું સેવન કુલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઘટાડવામાં અને શરીરના ચયાપચયને સુધારવા માટે પણ મહત્વનું  છે. વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.


મીઠા લીમડાના  રસ પીવાના અન્ય ફાયદાઓ


આ પાનના રસનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાંથી હાનિકારક તત્વો દૂર થાય છે. તે કુદરતી રીતે તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.


 ખાલી પેટે મીઠા લીમડાનો રસ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. નેશનલ સેન્ટર ફોર હેલ્થ એન્ડ આયુર્વેદ અનુસાર, તેમાં  હળવા રેચક ગુણધર્મો હોય છે અને તેમાં પાચન ઉત્સેચકો હોય છે. જે આંતરડાની કાર્ય ક્ષમતા સુધારે  છે. તેનાથી કબજિયાત અને એસિડિટીથી પણ  રાહત મળે છે.


 ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના  પાનનો રસ  રામબાણ ઇલાજ છે. તેમાં હાઈપોગ્લાયકેમિક ગુણો જોવા મળે છે. જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  તેમાં હાજર ફાઇબર શરીરમાં અચાનક ઇન્સ્યુલિન સ્પાઇકને રોકવામાં ખૂબ મદદરૂપ છે.


મીઠા લીમડાના પાનમાં સારી માત્રામાં આયર્ન હોય છે. જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમે એનિમિયાની ફરિયાદ દૂર કરી શકે છે.


  મીઠા લીમડાના પાન એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આનાથી તમે ઘણા રોગો અને સંક્રમિત બીમારીથી પણ  બચી શકો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial