Winter Health: પાણી આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. હૂંફાળું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી પાચન, રક્ત પરિભ્રમણ અને તણાવ પણ ઓછો થાય છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ અસંતુલિત થઈ શકે છે. જો તમે આખો દિવસ ગરમ પાણી પીવો છો તો તમારી ઊંઘની પેટર્ન પણ બગાડી શકે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી કિડની પર ખરાબ અસર પડે છે. વારંવાર ગરમ પાણી પીવાથી આંતરિક સોજો થઈ શકે છે. જો કે, ગરમ પાણી પીવાના ફાયદાઓ પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે.
ગરમ પાણી પીવાથી જીભ અથવા ગળામાં બળતરા થઈ શકે છે.
ગરમ પાણી પીવાનું મુખ્ય જોખમ બર્નિંગ છે. આંગળીના ટેરવે સુખદ અનુભવ કરાવતું આ ગરમ પાણી પણ જીભ અથવા ગળાને બાળી શકે છે. વ્યક્તિએ હુંફાળું પાણી આખો દિવસ પીવાનું ટાળવું જોઈએ. તેના બદવે એક નાની ચુસ્કી લેવી જોઈએ.
કોફી અથવા ચા જેવા ગરમ પીણાઓ ઘણીવાર ઉકળતા તાપમાને પીરસવામાં આવે છે. ગરમ પાણીના ફાયદાઓ મેળવવા માટે વ્યક્તિએ બળવાનું જોખમ લેવાની જરૂર નથી. જે લોકોને ગરમ પાણી ગમતું નથી. તેઓએ શરીરના તાપમાને અથવા તેનાથી થોડું વધારે તાપમનાનું પાણી પીવાનું વિચારવું જોઈએ. 2008ના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે કોફી પીવા માટેનું શ્રેષ્ઠ તાપમાન 136 °F (57.8 °C) છે
આ તાપમાન બર્ન્સનું જોખમ ઘટાડે છે, હાઈડ્રેટેડ રહેવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ પાણી પીતી વખતે કયા તાપમાનનું હોવું જોઈએ તે અંગે દલીલો થાય છે કે, પાણી પીતી વખતે તેનું તાપમાન કેટલું હોવું જોઇએ. કેટલાક લોકો માને છે કે, ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો