Weight Loss Tips:મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાને ફિટ રાખવા માટે જીમમાં લાંબા કલાકો સુધી વર્કઆઉટ કરે છે. એટલું જ નહીં, લોકો વજન ઘટાડવા માટે તેમના આહારમાં વિવિધ ફેરફારો પણ કરે છે. પરંતુ એવા ઘણા લોકો છે જે પાણી પર આધાર રાખીને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે.


આજકાલ સ્ટ્રેસની સાથે લોકો વધુ એક વસ્તુથી પરેશાન છે અને તે છે સ્થૂળતા. ખાવા-પીવાની આદતોમાં સમસ્યાના કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ - લગભગ દરેક જણ સ્થૂળતા ઘટાડવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો વર્કઆઉટની સાથે ડાયટ પ્લાન પણ ફોલો કરે છે જેથી તેમનું વજન ઝડપથી ઓછું કરી શકાય.


એવા ઘણા લોકો છે જેઓ વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવે છે, ન્યુટ્રિશનિસ્ટ જસમીત કૌરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે સ્થૂળતા ઘટાડવા માટે કયું પાણી પીવું ફાયદાકારક છે - ગરમ કે ઠંડુ. જો તમે પણ પાણી પીને તમારું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો આ લેખ  તમારા માટે છે.


ઠંડા પાણીના ફાયદા


નિષ્ણાતોના મતે ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ચ થાય છે. આ ઉપરાંત તે શરીરને તાજગી આપે છે. શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે, તે ભૂખને નિયંત્રિત કરીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કે, ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળો.


ગરમ પાણીના ફાયદા


ખોરાક ખાતા પહેલા નવશેકું પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે, આ તમને વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ મળે  છે. આ ઉપરાંત, તે પાચનમાં મદદ મળે  છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ શરીરને ડિટોક્સિફાય કરે છે.


શું પાણી પીવું


નિષ્ણાતો કહે છે કે, ગરમ અને ઠંડુ પાણી પીવાના પોતાના અલગ-અલગ ફાયદા છે. બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે, તમે ગરમ અથવા ઠંડુ પાણી પી શકો છો. વજન ઘટાડવામાં બંનેના ફાયદા વચ્ચે બહુ તફાવત નથી. જોકે, એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, તમારી જાતને હાઇડ્રેટ રાખો. પુષ્કળ પાણી પીવો, જે શરીરના ચયાપચયને વેગ આપશે અને વજન ઘટાડવાનું સરળ બનાવશે