Marriage Ceremony: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે, પરંતુ તેમના લગ્નની સરભરા  મહિનાઓ પહેલાથી જ ચાલી રહી છે. ગ્રાન્ડ પ્રિ વેડીંગ બાદ હવે લાંબી આતુરતા બાદ તેના લગ્નની ઘડી આવી ગઇ છે.  લગ્નની વિધિ પણ બુધવારથી શરૂ થઈ ગઈ.  બુધવારે અનંત અને રાધિકાના મામેરુ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.




અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇએ લગ્નના બંધનમાં બંધાઇ જશે, જો કે લગ્નની ધૂમ બહુ મહિલાઓ પહેલાથી ચાલી રહી છે. લગ્નની ખુશી શેર કરવા માટે તેમણે 2 ગ્રાન્ડ પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. જેમાં વિશ્વભરથી સેલેબ્સ આવ્યા હતા.




હાલ અનંત અને રાધિકાના વેડિંગ સેરેમનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જમાં રાધિકા અને અનંત ખૂબ જ સુંદર દેખાઇ રહ્યાં છે. તેમની સાથે અંબાણી પરિવારના અન્ય સભ્યો અને રાધિકાના પરિવારના સભ્યો પણ આ ફંક્શનમાં ખૂબ જ રોયલ લુકમાં જોવા મળ્યા હતા. ઈશા અંબાણી તેના પતિ આનંદ પરિલમ અને તેના બાળકો સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા, જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો લૂક પણ કોઇની કમ  ન હતો. પરંતુ શું તમે તે સમારોહ વિશે જાણો છો જેના માટે આટલી ભવ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ મામેરુ વિધિ વિશે.


શું હોય  છે મામેરાની વિધિ?


મામેરુ એટલે કે મામા  માતાનો ભાઈ, આ પ્રસંગે કેટલીક ભેટ સોગાદ આપે છે. આ ધાર્મિક વિધિને મામેરુ નામ આપવામાં આવ્યું છે કારણ કે આમાં વર અને વરરાજાના મામાઓ તેમના અને તેમના પરિવાર માટે તેમની ક્ષમતા મુજબ ભેટ લાવે છે અને આશીર્વાદ આપે છે. આ વિધિને મામેરૂ કહેવામાં આવે છે. ગુજરાતી લગ્નમાં આ પરંપરા ખૂબ મહત્વ ધરાવે છે. આમાં, લગ્નના થોડા દિવસો પહેલા, મામા અને તેના પરિવાર તરફથી વર-કન્યાને ઘણી ભેટો આવે છે. આ ધાર્મિક વિધિમાં માતાના પરિવાર તરફથી મળેલી ભેટને મામેરુ કહેવામાં આવે છે. આમાં, માત્ર ભેટો જ આપવામાં આવતી નથી, પરંતુ ભાવિ વર અને કન્યાને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પણ આપવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે ખુશીઓ વહેંચવાની આ ખૂબ જ ખાસ રીત વિધિ કે રિવાજ  છે.




અનંત અને રાધિકાનું મામેરાની વિધિમાં નીતા અંબાણીના માતા પૂર્ણિમા દલાલ અને તેમની બહેન મમતા દલાલ આવ્યા  હતા. આ સાથે તેમના પરિવારના અનેક બીજા સભ્યો પણ મામેરામાં સામેલ થયા હતા. તસવીરોમાં અનંત અને રાધિકાના પરિવારજનોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળે છે. એક રીતે જોવામાં આવે તો આ વિધિ દ્રારા પરિવારના અન્ય સભ્યોને સમ્માન અને ખુશીમાં સામેલ થવાનું નિમંત્રણ આપવામાં આવે છે.