Health Tips:આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ આહાર છે, ફળોમાં મોજૂદ મિનરલ,વિટામીન,ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે. જે શરીરના હિતકારી છે પરંતુ ફળો ખાધા બાદ કેટલીક ભૂલો કરવાથી ફળોનું સેવન પણ નુકસાનકારક સાબિત થાય છે. ફળો ખાવાનો સમય પણ મહત્વનો છે.ફળ (Fruits) ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે. કેટલાક લોકો સમય જોયા વગર સીધા જ ફળો ખાઈ લે છે, આ રીતે ખાવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. સવારે ખાલી પેટ ફળ ખાવાથી એસિડિટી વધે છે. સવારે નાસ્તાના 2 કલાક બાદ કે લંચના ત્રણ -ચાર કલાક બાદ ફળો ખાવા જાઇએ. ખાલી પેટ ખાવાથી નુકસાન કરે છે. 


ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ. ફળોમાં યીસ્ટ અને ખાંડની માત્રા વધુ હોય છે. જેનાથી એસિડિટી થાય છે. જો ફળ ખાઇને પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. જેથી ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું જોઇએ.


ફળોમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી ફળો ખાધા બાદ પાણી પીવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. ફળો ખાધા બાદ પાણી પીવાથી ડાયરિયાની સમસ્યા પણ થઇ શકે છે.


આટલું જ નહીં ફળો ખાઇને પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઇ જાય છે. જમવાનું પચાવતો એસિડ મંદ પડી જાય છે અને સારી રીતે પચતું નથી. આ સ્થિતિમાં ગેસ એસિડીડીની સમસ્યા વધી જાય છે.


હવે સવાલ એ થાય છે કે, ફળો ખાધાના કેટલા કલાક બાદ પાણી પીવું જોઇએ, તો હેલ્થ નિષ્ણાત કહે છે કે, ફળો ખાધાના એક કલાક બાદ પાણી પીવું જોઇએ. તેનાથી કોઇ સમસ્યા નથી થતી


જમ્યા પહેલા અને બાદ ફળોનું સેવન ન કરવું જોઇએ. જમ્યાના એક કલાક પહેલા અને જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય છે. ખાટા ફળોને ખાલી પેટ ન ખાવા જોઇએ, તેનાથી એસિડ વધે છે.


જે લોકો દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ કરે છે. તેમને આવું બિલકુલ ન કરવું આ આદતથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા થઇ શકે છે.                                                              


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો