Health Tips:કમળાની બીમારીની સૌથી વધુ અસર લીવર પર થાય છે. આ બીમારીમાં વ્યક્તિની ત્વચા અને આંખો પીળી થઇ જાય છે. કમળો તમારા શરીરમાં હાજર પ્રવાહીને પણ બદલી શકે છે, જેમ કે પેશાબનો રંગ પણ પીળો થઈ જાય છે, તેથી જો તમને કમળો થયો હોય તો આ બીમારીમાં ખાસ કરીને ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે.
કમળો એ લોહીમાં બિલીરૂબિન વધવાથી થતો રોગ છે. જેના કારણે દર્દીની ત્વચા અને આંખો પીળી પડવા લાગે છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ પણ થાય છે. આ રોગમાં ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે કોઈપણ પ્રકારની બેદરકારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જ્યારે કમળો થાય છે ત્યારે ડોકટરો અમુક પ્રકારની વસ્તુઓ ખાવાની મનાઈ ફરમાવે છે કારણ કે તે લીવરને ખરાબ રીતે અસર કરી શકે છે. તો કમળાથી ઝડપથી રિકવરી માટે શું ન ખાવું જોઇએ જાણીએ.
તળેલા ફૂડ
નિષ્ણાતો કમળાના દર્દીઓને તેમના આહારમાંથી તળેલી અને મસાલેદાર વાનગીઓને બાકાત રાખવાની સલાહ આપે છે, કારણ કે તે ખરાબ રીતે લીવરને પણ અસર કરે છે. કમળામાંથી ઝડપી રિકવરી માટે માટે શક્ય તેટલો સાદો ખોરાક લો.
ચા અને કોફી
ચા અને કોફીમાં કેફીન હોય છે, જેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ખાસ કરીને કમળાના દર્દીઓ માટે, તેથી તેને ટાળો.
જંક ફૂડ્સ
અલબત્ત, કમળો થવા પર વ્યક્તિને ખાવાનું મન થતું નથી, કોઇ ટેસ્ટ નથી આવતો જેથી લોકો ચટાકેદાર અને સ્પાઇસી જંકફૂડ ખાવાનું પણ શરૂ કરી દે છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. કમળાના કેસમાં જંક ફૂડનું સેવન સંદતપ બંધ કરવામાં આવે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારના પોષક તત્વો નથી હોતા, જેના કારણે તે માત્ર ચરબી વધારવાનું કામ કરે છે. કમળાના દર્દીએ ચરબી વધારતી વસ્તુઓ ન ખાવી જોઈએ.
ખાંડ
રિફાઈન્ડ સુગરમાં ફ્રુક્ટોઝ કોર્ન સીરપ ખૂબ જ હોય છે, જે લીવરમાં ફેટ સ્ટોર કરવાનું કામ કરે છે, તેથી કમળામાં મીઠી વસ્તુઓ ઓછી ખાઓ, કારણ કે તે વધુ ખાવાથી લીવરને પચવામાં મુશ્કેલી પડે છે.
કેળા
કમળાના દર્દીઓએ કેળા ન ખાવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે કેળામાં ફાઇબર વધુ હોય છે, જે પાચવમાં બહુ ભારે છે. ઉપરાંત તે તમારા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધારવાનું પણ કામ કરે છે, જે કમળાને વધુ બૂસ્ટ કરે છે. જેથી કેળાને પણ કમળામા સદંતર અવોઇડ કરવા જોઇએ. આ પ્રકારે ડાયટ ફોલો કરવામાં આવે અને સાદો તેલ મસાલા વિનાનો અને સરળતાથી પચી જતો ખોરાક લેવામાં આવે તો કમળાથી ઝડપથી રિકવરી આવે છે.