Ice Water Dip Therapy: બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતા જોઈને આપણે બધા દંગ રહી જઈએ છીએ. ઘણી વખત આપણા મનપસંદ સ્ટાર્સને જોઈને આપણે એક જ સવાલ પૂછીએ છીએ કે તેમની સુંદરતા પાછળનું રહસ્ય શું છે? મોંઘો મેક-અપ હોય કે લક્ઝરી લાઈફસ્ટાઈલ... કારણ કે આખો દિવસ હેવી મેક-અપ કરીને શૂટ કરવાનું કેવી રીતે શક્ય બને અને ચહેરા પર કુદરતી ચમક હોય. જો કે હવે આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ સામાન્ય લોકોની જેમ ઘરેલું ઉપચાર અને ટિપ્સનો ઉપયોગ કરે છે અને આ ઉપાયોમાંથી એક છે આઈસ વોટર ફેસ ડીપ થેરાપી. આ થેરાપી શું છે, તેનાથી ત્વચાને કેટલો ફાયદો થાય છે… આ થેરાપી કેવી રીતે લેવામાં આવે છે? તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.
આઇસ વોટર ફેસ ડીપ થેરાપી શું છે?
આઇસ વોટર ફેસ ડીપને થર્મોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ થેરાપી કરવા માટે તમારે તમારા ચહેરાને બરફ અને ઠંડા પાણીથી ભરેલા બાઉલમાં થોડો સમય ડુબાડીને રાખવો પડે છે. એવું માનવામાં આવે છે કે આ ત્વચાને ઘણા ફાયદા આપે છે. આ કરવા માટે બરફ, પાણી અને બાઉલ લો. એક બાઉલમાં પાણી રેડો અને 15થી 20 બરફના ટુકડા ઉમેરો. હવે આ બાઉલમાં તમારો ચહેરો ડુબાડો. 5થી 6 વાર આવું કરો, તમે તેને સવારની દિનચર્યામાં સામેલ કરી શકો છો. આ તમારી ત્વચાને ખૂબ સારી બનાવી શકે છે. આપને જણાવી દઈએ કે આ થેરાપી કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, તમન્ના ભાટિયાની સવારની દિનચર્યાનો એક ભાગ છે.
આઇસ વોટર ડીપ થેરપીના ફાયદા
- આ થેરાપી ચહેરાના સોજા પર કામ કરે છે. એવા ઘણા લોકો છે જેઓ સવારે ઉઠે છે અને આંખોની નીચે સોજો અને ચહેરા પર સોજો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ બરફનું ઠંડુ પાણી બળતરા પર કામ કરે છે અને ત્વચાને રાહત મળે છે.
- આ ત્વચાને ટાઈટ બનાવવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારા ચહેરાને ઠંડા પાણીમાં ડુબાડો છો, ત્યારે તે ત્વચાના છિદ્રોને ટાઈટ કરે છે.
- આ થેરાપી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યાને પણ ઓછી કરે છે.
- ખુલ્લા છિદ્રો ત્વચાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. જ્યારે તમારા ચહેરાના છિદ્રો મોટા અને ખુલ્લા હોય છે, ત્યારે તેમાં તેલ, ગંદકી અને ધૂળ જમા થતી રહે છે અને તે તમારી ત્વચાની કુદરતી ચમક છીનવી લે છે. આમાં સેબમ એકઠું થાય છે અને ખીલનું કારણ બને છે. આવી સ્થિતિમાં આ થેરાપી છિદ્રનું કદ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો ચમકતો અને સુંદર દેખાય છે.
બીજી તરફ જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે, તો આ થેરાપી કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લો.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો