Immunity Booster Fruits:  કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી યોગ્ય ખાન-પાન અને વિટામિન સીથી ભરપૂર ભોજન જરૂરી છે. વિટામિન સી રોગ પ્રતિકારકશક્તિ વધારતું પોષક તત્વ છે. કોરોના મહામારીથી બચવા અને ઈમ્યુનિટી મજબૂત કરવા વિટામિન સીથી ભરપૂર ચીજોનું સેવન કરવું જોઈએ. સંતરા, મોસંબી, લીંબુ ઉપરાંત એવા અનેક સસ્તા ફળ છે જે શરીરને ભરપૂર માત્રામાં વિટામિન સી આપે છે.


વિટામિન C થી ભરપૂર હોય છે આ ફળો



  • કેરીઃ કેરીને ફળોના રાજા કહેવાય છે. તે ઈમ્યુનિટિ વધારવાનું પણ કામ કરે છે. એક મીડિયમ કેરીમાંથી આશરે 122 મિલીગ્રામ વિટામિટ સી મળે છે. આ ઉપરાંત વિટામિન એ પણ મળે છે.

  • જામફળઃ જામફળ ખૂબ જ સસ્તું અને પૌષ્ટિક ફળ છે. જેમાં સંતરાથી વધારે વિટામિન સી મળે છે. જે ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે.

  • પપૈયુઃ આ ફળ તમામ સીઝનમાં મળે છે. તે પચવામાં હલકું માનવામાં આવે છે. પેટને સાફ રાખવાની સાથે વજન પણ ઘટાડે છે. તેમાં વિટામિન સી પુષ્કળ માત્રામાં હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.



  • સ્ટ્રોબેરીઃ વિટામિન સીનો એક સારો સ્ત્રોત સ્ટ્રોબેરી પણ છે. તેમાં વધારે માત્રામાં એંટી ઓક્સિડેંટ હોય છે. તે વિટામિન સી અને બીજા પોષક તત્વોથી ભરપૂર ફળ છે.



  • અનાનસઃ અનાનસ ઈમ્યુનિટી વધારવાની સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. અનાનસમાં કોઈ જરૂરી ખનીજ કે વિટામિન મળે છે. તેમાં મેંગનીઝ પણ મળે છે, જે અન્ય ફળોમાં પણ હોય છે.

  • કિવીઃ વિટામિન સીથી ભરપૂર આ ફળ થોડું મોંઘુ હોય છે પણ એક કિવીમાંથી આશરે 85 મિલીગ્રામ વિટામિન સી મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન કે તથા ઈ ભરપૂર માત્રામાં મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Corona BF.7 Variants Symptoms: ચીનમાં થઈ રહ્યા છે લાશોના ઢગલા, ભારતમાં વધી ચિંતા, નવા વેરિઅન્ટના આ લક્ષણો જોવા મળે તો થઈ જાવ સાવધાન !