Remedies For Immunity: કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના (Health Experts) કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. કોરોના કાળમાં શરદી-ઉધરસથી પણ લોકોની ઉંઘ ઉડી જાય છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવાનો ઉપાય જરૂરી છે. ઈમ્યુનિટી મજબૂત બનાવવા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ મદદ કરી શકે છે. મજબૂત ઈમ્યુનિટી વાયરલ ઈન્ફેકશન અને અનેક પ્રકારની બીમારીથી બચાવવાનું કામ કરે છે.
હળદરઃ હળદરના સેવનથી શરીરને અનેક લાભ થાય છે. તેનાથી શરદી અને ખાંસીના કારણે થતી બેચેનીમાં રાહત મળે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આદુઃ પ્રાચીન કાળથી, લોકો રસોઈ અને દવાઓમાં આદુનો ઉપયોગ કરે છે. પેટમાં દુખાવો સહિત અનેક સમસ્યાઓ માટે તે એકસીર ઈલાજ છે. આદુમાં રહેલા એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્વો સંધિવા, બળતરા અને વિવિધ પ્રકારના સંક્રમણને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.
મરીઃ મરીને શરદી-ખાંસીમાં લાભદાયક માનવામાં આવે છે. તેમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ મળી આ છે. મરી, આદુ, લીંબુ, હળદરનો ઉકાળો પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.
અજમોઃ અજમાના સેવનથી ગેસથી રાત મળે છે. વજન ઘટાડવા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમો એન્ટીફંગલ ગુણોથી ભરપૂર છે. અજમાના સેવનથી ઈમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. જ્યારે 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.
Holi 2021 Celebrations: Rajkotમાં રંગે રમ્યા બાદ યુવતીઓ ગરબે ઘૂમી, જુઓ તસવીરો
Immunity Boosters: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, આ ચીજોને કરો આહારમાં સામેલ, ઈમ્યૂનિટી થશે મજબૂત