Holi 2021 Celebrations: Rajkotમાં રંગે રમ્યા બાદ યુવતીઓ ગરબે ઘૂમી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2021 12:30 PM (IST)
1
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે હોળી-ધૂળેટીનું (Holi 2021) પર્વ મનાવવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોએ લોકોને કોરોનાને (Holi Guidelines) જોઈ ઘર પર હોળી મનાવવા કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન રાજકોટમાં કોરોના મહામારી વચ્ચે નિયંત્રણો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ક્લબ-ફાર્મના બદલે પોતાના પરિવારજનો સાથે ઉજવણી કરી હતી.
3
આમ પણ રાજકોટવાસીઓ કોઈપણ તહેવારની રંગેચંગે ઉજવણી કરવા જાણીતા છે. દરેક તહેવારનેશહેરના લોકો મન મૂકીને માણે છે.
4
રાજકોટમાં લોકોએ ધાબા પર રંગોત્સવની ઉજવણી કર્યા બાદ ગરબા પણ કર્યા હતા. રાજકોટ શહેરમાં લોકો જાહેર રસ્તા પર ધૂળેટીની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
5
રાજકોટમાં ધાબા પર રંગે રગાયા બાદ બાળકોએ ડાંસ પણ કર્યો હતો.